September 20, 2026
રસપ્રદ વાતો

દંપતી વચ્‍ચે રોજ-રોજની દલીલબાજી તકરાર તબિયત માટે સારી નથી.ખુશહાલ દમપ્તિ જીવે છે વધુ

દંપતી વચ્‍ચે રોજ-રોજની દલીલબાજી તકરાર તબિયત માટે સારી નથી. ખુશહાલ વિવાહિત  કપલ રોજીંદા ઝઘડા કરતી કપલ કરતાં વધુ સ્‍વસ્‍થ રહે છે અને લાંબુ જીવે છે. અમેરિકાની બર્કલે યુનિ.ના અભ્‍યાસમાં આ વાત સામે આવી છે. આ સ્‍ટડી જર્નલ ઓફ પર્સનાલીટી એન્‍ડ  સોશ્‍યલ સાયકોલોજીમાં પ્રકાશિત થઇ છે.

સંશોધનકારોએ ૩૦ થી ૩પ વર્ષ ના ૧પ૪ કપલ પર ૧૯૮૯-ર૦૦૯ સુધી ર૦ વર્ષ અભ્‍યાસ કરાયો હતો. કપલની દર પ વર્ષમાં જીવનશૈલી, ખાન-પાન, તબીયતનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. કપલમાં રોજ તકરાર, ચર્ચા, નારાજગી, કવોલીટી ટાઇમના આંકડા મેળવાથી હતાં. સ્‍ટડી કરનાર પ્રોફેસર રોબર્ટ લેવેન્‍સનના કહેવા મુજબ રોજ લડતા કપલની તબિયતમાં ૧૩ વર્ષનો ઘટાડો આવ્‍યો જયારે ખુશહાલ કપલમાં ર૦ વર્ષ બાદ પણ તબીયત સારી હતી. તેઓ જીવન પ્રત્‍યે સકારાત્‍મક હતાં.

પરિણિત કપલ વચ્‍ચે રોજના ઝઘડા તનાવ વધારે છે તેનાથી એડ્રીનિલ હોર્મોન્‍સ વધુ બને છે અને ખુશીવાળો હોર્મોન્‍સી એન્‍ડ્રોફિન ઘટે છે. પાચન બગાડે છે. ભુખ ઘટાડે છે અને થકાન વધારે છે. હાર્ટ બીટ પર અસર કરે છે આવા કપલમાં થાઇરોઇડ, ડાયાબીટીશ, હાર્ટ-કિડનીની સમસ્‍યા થાય છે.

Related posts

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

ભારતનો એકમાત્ર એવો રેલવે ટ્રેક છે જ્યાં સફર કરતી વખતે એવું લાગે છે કે ટ્રેન પાટા પર નહીં પણ સીધી દરિયાના પાણીમાં ચાલી રહી છે

Ahmedabad Samay

શુ તમે જાણો છો “ચા” નો ઇતિહાસ ? (રસપ્રદ વાતો વિશાલની જુબાની)

Ahmedabad Samay

ક્રિસમસ છોડીને ભારતના ઇતિહાસમાં એક એવી ઘટના બની હતી જે દરેક ભારતીયોએ ખબર હોવી જોઈએએવી ઘટનાને, જાણો શુ છે એ ગર્વની ગાથા

Ahmedabad Samay

કર્મ ના બંધન

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો