બદામને આખી રાત પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તેના સ્વાસ્થ્ય લાભો અનેક ગણા વધી જાય છે. આ સરળ ટેવને એક મહિના સુધી અપનાવવાથી તમારા શરીર અને મગજમાં ચોંકાવનારા ફેરફારો જોવા મળશે. શું તમે જાણો છો કે દરરોજ પલાળેલા બદામ ખાવાથી તમારા શરીર પર શું અસર થશે?
1. પાચનતંત્રમાં સુધારો
બદામ ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે, પરંતુ તેને પલાળીને ખાવાથી તમારું શરીર બદામના પોષક તત્ત્વોને વધુ સરળતાથી અને અસરકારક રીતે શોષે છે. બદામની છાલ પચવામાં થોડી મુશ્કેલ હોય છે, તેથી તેને પલાળીને રાખવાથી તે સરળતાથી પચી જાય છે.
બદામની છાલમાં ટેનિન નામનું તત્ત્વ હોય છે. પલાળવાની પ્રક્રિયા તેને દૂર કરે છે અને લિપેઝ જેવા પાચક ઉત્સેચકોને એક્ટિવ કરે છે, જેનાથી બદામનું પાચન સરળ બને છે. આ પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યામાં ઘટાડો થાય છે.
2. હૃદય માટે ફાયદાકારક
એક અહેવાલ પ્રમાણે બદામમાં વિટામિન ઈ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું કારણ બનનારી ઓક્સિકરણ પ્રક્રિયાને રોકવામાં મદદ કરી શકે છે. આ અહેવાલમાં અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA)નો હવાલો આપીને પણ જણાવાયું છે કે, બદામમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં સુધારો કરી શકાય છે.
તેમાં 2018ના એક રિવ્યૂ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંશોધકોએ જણાવ્યું હતું કે, બદામમાં રહેલા પોષક તત્ત્વો હાઈ-ડેન્સિટી વાળા લિપોપ્રોટીન એટલે કે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા અથવા જાળવવામાં મદદ કરી શકે છે. તેથી આ દરમિયાન રિસર્ચ ટીમે હૃદયની સુરક્ષા માટે દરરોજ બદામ ખાવાની સલાહ આપી હતી.
3. પોષક તત્ત્વોનો ભરપૂર ફાયદો મળશે
બદામને પલાળવાથી પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. પલાળેલા બદામમાં રહેલા વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે. એક મહિનાની અંદર તમારા શરીરને આ આવશ્યક પોષક તત્ત્વોનો ભરપૂર ફાયદો મળશે અને તમારા ઓવરઓલ હેલ્થમાં સુધારો થશે.
4. વજન ઘટશે
બદામમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સારું સંતુલન હોય છે. રોજ સવારે પલાળેલા બદામ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવાશે. તે તમને કારણ વગરની સ્નેકિંગથી બચાવશે જેનાથી વજન ઘટાડવામાં અથવા તેને કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ સાથે જ તે આખા દિવસ માટે સ્થિર એનર્જી પણ આપે છે.
5. મગજના સ્વાસ્થ્ય માટે વરદાન
બદામને બ્રેન ફૂડ કહેવામાં આવે છે. તેમાં રહેલા રાઈબોફ્લેવિન અને એલ-કાર્નિટાઈન મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરરોજ પલાળેલા બદામ ખાવાથી તમારી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો આવી શકે છે.
6. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય વધશે
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બદામમાં વિટામિન ઈ જેવા ઘણા એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરમાં ઓક્સિડેટીવ ડેમેજને રોકવામાં મદદ કરે છે. એક મહિના સુધી બદામ ખાઓ અને જુઓ કે એક મહિનામાં તમારી ત્વચા વધુ ગ્લોઈંગ અને મુલાયમ દેખાશે. વિટામિન ઈ થી ત્વચા મુલાયમ બને છે અને સમય પહેલા વૃદ્ધત્વને રોકવામાં મદદ કરે છે. તમારા વાળ પણ મજબૂત અને સ્વસ્થ બનશે.
