September 21, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

આદિનાથ નગર મુનિસર્વત સોસાયટી પાસે અલ્ટો કારમાં પોલીસે ચેકિંગ કરતાં 32 બોટલ દારૂ મળી આવ્યો

દારૂબંધી હોવા છતાં ગુજરાતમાંથી રોજ દારૂ ઝડપાય જ છે ત્યારે હવે 17 વર્ષની સગીરા પણ દારૂની બોટલ સાથે ઝડપાઇ છે . સગીરા ઘરઘાટી તરીકે રહીને 3 લોકો સાથે મળીને દારૂની હેરાફેરી કરતી હતી . ઓઢવ પોલીસે ગુનો નોંધીને સગીરાની અટકાયત કરી હતી જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે . ઓઢવ પોલીસે બાતમીના આધારે આદિનાથ નગર માં મુનિસર્વત સોસાયટી પાસે અલ્ટો કાર અને સગીરાની તપાસ કરી હતી . ત્યારે અલ્ટો ગાડીમાંથી 32 દારૂની બોટલ મળી આવી હતી . પોલીસે આ મામલે ત્યાં ઉભેલીની સગીરાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે ઘરઘાટી તરીકે રહે છે .

સગીરા જેના ઘરમાં ઘરઘાટી તરીકે રહે છે તે મહિલા ગીતાબા સોલંકી અને તેમની દીકરી જીલ સોલંકીએ તેને દારૂ છૂટક વેચાણ માટે આપીને તેનું ધ્યાન રાખવા કહ્યું હતું .અને સાથે તેનો ભાઈ નિસર્ગ પણ આ ધંધામાં જોડાયેલો હોવાનું જણાવ્યું હતું.ઓઢવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને સગીરાની અટકાયત કરી છે જ્યારે બાકીના 3 આરોપી ફરાર થઈ ગયા છે તેમની શોધખોળ ઓઢવ પોલીસ એ હાથ ધરી છે .

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

આ વર્ષની અખાત્રીજે બની રહ્યા છે શુભ મુહુર્ત

Ahmedabad Samay

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

બસ…. બહુ થયું હવે!

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો