આ વર્ષે અખાત્રીજનો દિવસ ૧૪ મે ૨૦૨૧ ના દિવસે આવી રહ્યો છે. તે દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. જેનાથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિએ પણ અખાત્રીજનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિંદુ પંચાંગનું માનવામાં આવે તો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિને અખાત્રીજના રૂપે ઉજવવામાં આવે છે.
ઘણી જગ્યા પર તેને અક્ષય તૃતીયા અથવા વૈશાખી ત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજનો ઉત્સવ ૧૪ મે ૨૦૨૧ ના દિવસે આવશે. એવી માન્યતા છે કે, અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ અને પુણ્ય આપવાની સાથે સાથે સૌભાગ્ય અને સંપન્નતા પણ આપનાર હોય છે. આ વર્ષે અખાત્રીજ પર ઘણા વિશેષ યોગ બની રહ્યા છે જેને કારણે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે.
અખાત્રીજ પર બની રહ્યા છે ખૂબ જ શુભ યોગ
સૌથી ખાસ વાત એ છે કે અખાત્રીજનો દિવસ ૧૪ મે ના દિવસે ઉજવવામાં આવશે અને આ દિવસે શુક્રવાર પણ છે. શુક્રવારનો દિવસ ધનના દેવી લક્ષ્મી માતાનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે અખાત્રીજ પણ આવવાને લીધે તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે અખાત્રીજની વિશેષ પૂજાની સાથે-સાથે માતા લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવશે. જેનાથી આ દિવસ ખૂબ જ શુભ પરિણામ આપનારો રહેશે. આ ઉપરાંત આ દિવસે રોહિણી નક્ષત્ર રહેવાનું છે અને યોગ સુકર્મા રહેશે. અખાત્રીજના દિવસે ચંદ્રમા વૃષભ રાશિમાં રહેશે તે પહેલા શુક્ર ગ્રહ ત્યાં રહેલા હતા અને આ બંને એક સાથે રહેવાને કારણે લક્ષ્મી યોગ બનશે. જેનાથી ધન સમૃદ્ધિ વધવાનો યોગ બનશે એવું માનવામાં આવે છે.
અખાત્રીજના બીજા પણ ઘણા મહત્વ છે
મોટાભાગના લોકોને લાગે છે કે અખાત્રીજનો દિવસ ફક્ત સોનાની ખરીદી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ એવું નથી કારણ કે આ દિવસ કરેલ તમારું કોઇ પણ શુભ કામ ક્યારેય પણ નુકસાનકારક હોતું નથી અને ધનમાં વધારો કરનારૂ હોય છે. એટલા માટે આ દિવસે દાન પુણ્ય પણ કરવું જોઈએ. આ ઉપરાંત આ દિવસનું ધાર્મિક મહત્વ પણ ઘણું માનવામાં આવે છે.
અખાત્રીજના દિવસે પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવતા પરશુરામનો જન્મ આ દિવસે થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ પરશુરામજીની પણ પૂજા કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે માં અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે માં અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં અન્ન ભંડાર હંમેશા ભરેલા રહે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે ભગવાન શિવ દ્વારા ભગવાન કુબેરને માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવાનું કહ્યું હતું. એટલા માટે અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને તેનાથી ઘરમાં ધન-ધાન્યમાં વધારો થાય છે.