August 9, 2026
દેશરાજકારણ

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. પાર્ટીના મોટાભાગના નેતાઓ તેમને પાર્ટીમાં સામેલ કરવાની તરફેણમાં છે. તેમની વિધાનસભા અને લોકસભા ચૂંટણીની વ્‍યૂહરચના માટેના એક્‍શન પ્‍લાનનો અભ્‍યાસ કરવા માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્‍યક્ષને સુપરત કર્યો છે. રિપોર્ટમાં તેમને સામેલ કરવા માટે સંમત થતા પક્ષના નેતાઓએ કહ્યું કે તેમણે અન્‍ય રાજકીય પક્ષોથી પોતાને દૂર રાખવા પડશે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પ્રશાંત કિશોર અનેક રાજકીય પક્ષો સાથે કામ કરી રહ્યા છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિનો સમાવેશ થાય છે. અમે ઈચ્‍છીએ છીએ કે તેઓ અન્‍ય પક્ષોથી અલગ રહે અને માત્ર કોંગ્રેસ માટે જ કામ કરે. પાર્ટી અધ્‍યક્ષ સોનિયા ગાંધી ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ અધ્‍યક્ષ અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ પાર્ટીમાં તેમની ભૂમિકા નક્કી કરવામાં આવશે.

પ્રશાંતે તેના વતી કેટલીક માંગણીઓ પણ કરી છે. તે તેની કાર્ય યોજનાને અમલમાં મૂકવા માટે મુક્‍ત હાથ માંગે છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે પ્રશાંત માત્ર કોંગ્રેસ અધ્‍યક્ષને રિપોર્ટ કરવા માગે છે. આ સાથે, તે ચૂંટણીવાળા રાજયોમાં વ્‍યૂહરચના લાગુ કરવા માટે જરૂરી સત્તાઓ પણ ઈચ્‍છે છે. આ તમામ બાબતોને ધ્‍યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દરમિયાન પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે ૧૦ જનપથ ખાતે લાંબી બેઠક યોજી હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા. સોનિયા ગાંધી ટૂંક સમયમાં રાહુલ ગાંધી સાથે આ અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈ શકે છે. પાર્ટીના નેતા અને પ્રશાંતના એક્‍શન પ્‍લાનનો અભ્‍યાસ કરવા માટે રચવામાં આવેલી સમિતિના સભ્‍ય દિગ્‍વિજય સિંહે કહ્યું કે તેમણે ચૂંટણી રણનીતિકાર તરીકે જે કહ્યું છે તે સારા ફોર્મેટમાં છે. ઘણા સારા સૂચનો છે. તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે તેમને પાર્ટીમાં જોડાવામાં કોઈ વાંધો નથી.”

Related posts

મટન ખવડાવીને ચૂંટણી નથી જીતી શકાતી, લોકોનો પ્રેમ અને વિશ્વાસ કમાઓ: નિતિન ગડકરી

Ahmedabad Samay

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો