August 13, 2026
ગુજરાત

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

અમદાવાદમાં આવેલ  યુ એન મહેતા હોસ્પિટલમાં આજે દિનેશ ચૌહાણ નામના એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દી આશરે 56 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મરનારી વ્યક્તિએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ એની તપાસમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related posts

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો