September 21, 2026
ગુજરાત

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ દરમિયાન અને તે પછી પણ રાહતદરે અને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડબલ હેલિકલ અગ્રણી નેશનલ હેલ્થ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો, જે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ (ઈન્ડિયા) અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હોસ્પિટલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત છે. 2જી મેના રોજ દિલ્હી ખાતે આયોજિત “ડબલ હેલિકલ હેલ્થ કોન્ક્લેવ અને નેશનલ એવોર્ડ્સ 2021” એવોર્ડ સમારંભમાં જીસીએસ હોસ્પિટલ વતી ડો. કીર્તિભાઇ પટેલ (ડિરેક્ટર – જીસીએસ હોસ્પિટલ ) અને ડો. યોગેન્દ્ર મોદી (ડીન – જીસીએસ મેડિકલ કોલેજ) એ એવોર્ડ સ્વીકાર્યો હતો.

ડો. કીર્તિભાઇ પટેલએ એવોર્ડ સ્વીકારતા કહ્યું કે, “આ એવોર્ડ આપવા બદલ અમે ડબલ હેલિકલ ના આભારી છીએ. આ એવાર્ડ કોરોનાના મુશ્કેલ સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓની ચોવીસ કલાક સેવા કરીને અમારી જીસીએસ ટીમ દ્વારા કરવામાં આવેલી સખત મહેનતની સાચી સરાહના છે”.
જીસીએસ હોસ્પિટલ કોવીડ મહામારીની શરુઆતથી જ કોરોના સામેની લડાઈમાં મોખરે હતી. જીસીએસ હોસ્પિટલમાં 7000+ કોરોના દર્દીઓની સફળતાપૂર્વક રાહતદરે સારવાર કરવામાં આવી છે, જે ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે એક ગર્વની વાત છે.

Related posts

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આંતકવાદીઓ સ્‍થાનિક મસ્‍જિદમાં ભેગા થઈને ઘાતક IED બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા, તેમને પરીક્ષણ પણ કરી જોયું

Ahmedabad Samay

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો