September 11, 2026
ગુજરાત

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

વિશ્વ હિન્દી એકેડેમી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા ગૌરવ સમારોહમાં વરિષ્ઠ સામાજિક કાર્યકર હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે આજે કર્ણ નાટક જોયા પછી એવું લાગ્યું કે ત્રણ મહિલા યુવા કલાકારોએ જે ભૂમિકા ભજવી છે તે ક્યારેય કોઈ પુરુષ ભજવી ના શકે.

હાર્દિક હુંડિયાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓનું સન્માન કરવાનો દીવસ છે પરંતુ પુરુષો માટે કેમ નહીં? આજે મને કર્ણ નાટક જોયા પછી જવાબ મળ્યો. કર્ણ નાટકમાં ત્રણ મહિલા કલાકારોએ કર્ણ, કૃષ્ણ, ધુતરાષ્ટ્ર , અભિમન્યુ જેવા મહાભારતના અમૂલ્ય પાત્રોની વિવિધ ભૂમિકાઓ ભજવીને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. હાર્દિક હુંડિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે સ્ત્રી પુરુષની કોઈ પણ ભૂમિકા ભજવી શકે છે પરંતુ પુરુષ સીતા, દ્રૌપદી, કુંતી જેવી અમૂલ્ય ભૂમિકા ભજવી શકતો નથી, તેથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. હાર્દિક હુંડિયા ની આ વાત સાંભળી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો .
કાર્યક્રમ ના આયોજક કેશવ રાયની સહુ એ ભારે પ્રશંસા કરી હતી કે જેઓ ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કેતકી પંડિત, અનાયા બ્રહ્મા, રૂપાલી સિસોદિયા, રેખા ખાન, મોનિકા જૈન, મીનુ સિંઘ, નીતુ સિંઘ, એકતા જૈન, આનંદી ત્રિપાઠી, ડો.પ્રજ્ઞા શર્મા, કલ્પના તિવારી, ડો.ખુશી ઠક્કર, મનીષા ઉપાધ્યાય, કૈનાત ખાન, રેખા ચૌધરી, પુષ્પા વર્મા, શ્વેતા દુઆ, વિદ્યા સહગલ જેવી મહિલાઓને હાર્દિક હુંડિયા, દીપક ભાનુશાલી, ડો. વિનોદ ભલ્લા, કુમાર રાજ, પૂજા જી, ગીતા યાદવ, અનિલ કાલા ના હસ્તે સન્માનિત કરવામાં આવેલ . મુક્તિ કલ્ચરલ હોલ, મોડલ ટાઉન, મુંબઈમાં મહિલા સન્માન સમારોહમાં અશોક ભાટિયા દ્વારા રજૂ કરાયેલ કુવિન્દર બક્ષીશ દ્વારા દિગ્દર્શિત નાટક કર્ણને બધાએ ખૂબ વખાણ્યું હતું.

Related posts

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો