September 21, 2026
ગુજરાતઅપરાધ

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

સુરતમાં એડવોકેટ મેહુલ બોધરા પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસની હાજરીમાં માર મારતો વીડિયો સામે આવ્યો હતો. આ મારામારીની ઘટના બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોડી રાત્રે એડવોકેટના સમર્થનમાં યુવાનોના પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા છે. મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદ ન લેતા સમર્થકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો તૈયાર બાદ આ જીવલેણ હુમલા પર મોડી રાત્રે મેહુલ બોઘરાની કલમ 307 હેઠળ ફરીયાદ નોંધવામાં આવી હતી.

સુરત શહેરમાં મેહુલ બોઘરા અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે પડી ચૂક્યા છે, જેનું તેઓ સોશિયલ મીડિયા પર લાઇવ કરતા હોય છે. તેવામાં હવે આ સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે આ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બની હતી.

ટ્રાફિક પોલીસ અને તેમના સાથીદારો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના સાથીદારો દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી તેવામાં સકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એડવોકેટ પર રીક્ષામાં રાખેલી લાકડી વડે ઉપરાછપરી અનેક વખત માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


એડવોકેટ મેહુલ બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારીમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 પોલીસવાળા અને 3 અન્ય ઇસમો હતા, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા હતા.

સુરત પોલીસ દ્વારા હવે આ ઘટનાને કેટલી ગંભીરતાથઈ લઇ આ ઘટના ઉપર શુ એકશન લેશે હવે તે જોવાનું છે. જો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હવે કોઇ યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો આવા કરપટેટ પોલીસ વાળની હિંમત હજુ વધી જશે અને તે બેફામ મોટો મોટા તોડ કરતા થઇ જશે અને આમ જનતાનું જીવવાનું મુશ્કેલ કરી નાખશે, અમદાવાદ સમય આશા કરેછે કે પોલીસ વડા દ્વારા આવા જાગૃત નાગરિકનો સાથ આપી યોગ્ય ન્યાય અપાવશે.

Related posts

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

અમદાવાદ: વાડજમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી સાથે યુવકના પિતાએ શારિરીક અડપલા કરી છેડતી કરી

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો