September 21, 2026
અપરાધગુજરાતતાજા સમાચાર

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

ચાંદલોડીયા રૂદ્રમ ફુલેટ ના શોપીંગ કોમ્પલેક્ષ ખાતે વિજયપાલની દુકાન નંબર ૨૯  દુકાન હાલમાં ખાલી પડેલ છે જેનો ત્યાના લુખ્ખા તત્વો દ્વારા જબરજસ્તી કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જેની પોલીસ ફરિયાદ પ્રમાણે  હકીકત જાણવા મળતા ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ વિજયપાલનો દીકરો સતીષ તેના મિત્ર વીજય કોરી નાની સાથે ચાંદલોડીયા ખાતે આવેલ દુકાને રાત્રીના સાડા દશેક વાગે ગયેલ હતો તેને જોવા મળ્યું કે તેમની દુકાન ખુલ્લી હતી અને દુકાનમાં બાજુની દુકાન વાળા રાહુલ યાદવ એ ફર્નીચરનો સામાન રાખેલ હતો જેથી વિજયપાલના દીકરાએ તેને કહેલ કે ” અમારી દુકાનમાં કોને પુછીને સામાન મુકેલ છે ” તેમ કહેતા આ રાહુલ યાદવે કોઇ જવાબ આપેલ નહીં તેમના દીકરા સાથે બોલા ચાલી કરવા લાગેલ જેથી  દીપકે મને ફોન કરતા વિજયપાલ તેમના બે દીકરાઓ સાથે તેમની દુકાને આવેલ આ વખતે બે જણા તેમની દુકાનમાંથી સામાન ખાલી કરતા હતા

જેથી વિજયપાલે રાહુલ યાદવને અમારી દુકાનમાં સામાન કેમ મુકેલ હતો અને કોને પુછીને મુશ્કેલ હતો તેમ કહેતા તે તેમની સાથે પણ બોલાચાલી ઝગડો કરવા લાગેલ આ વખતે આજુબાજુના લોકો ભેગા થઇ ગયેલ અને તેમની વચ્ચે ઝપા ઝપી થઇ રહેલ હતી

તે વખતે રાહુલ યાદવને કંઇક વાગી ગયેલ આ દરમ્યાન આ રાહુલ યાદવના પિતા આવી ગયેલ અને તે ઓએ પોતાની પાસેથી રીવોલ્વર કાઢી  દુકાનની આગળ બહારના ભાગે જાહેરમાં હવામાં એક વખત ફાયરીંગ કરેલ

જે થી વિજયપાલ ત્યાંથી ભાગી ગયેલ અને થોડા દૂર જઈ તેમના દીકરા સતીષે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરેલ અને થોડીવાર માં પોલીસ ત્યાં આવી ગયેલ અને આ તમામ ગુન્હા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હતી. પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ અને દુકાન કબજે કરવા બાબતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઇ શકે

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો