August 12, 2026
ગુજરાતતાજા સમાચારદેશ

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

કેદારનાથમાં એક હેલિકોપ્‍ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર ગરૂડચટ્ટીમાં અનેક યાત્રિકો સવાર હતા ત્‍યારે જ આ હેલીકોપ્‍ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત ૭ના મોત થયા છે.

ગુપ્‍તકાશીથી કેદારનાથની ઉડાન ભરતા આ દુર્ઘટના બની છે. આશંકા વ્‍યકત કરવામાં આવી રહી છે કે ગુપ્‍તકાશીથી કેદારઘાટી તરફ આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત પર જશે.

https://youtu.be/T6nB7Z-s26E
ગાઢ ધુમ્‍મસ – શૂન્‍ય વીજીબીલીટી હોવા છતાં હેલીકોપ્‍ટર ટેક ઓફ થયું. મૃતકમાં પાઇલોટનો પણ સમાવેશ થાય છે. સવારે ૧૧.૪૦ કલાકે ઘટના બની હતી. મૃતકમાં ત્રણ ગુજરાતી ૧-૧ કર્ણાટક અને ઝારખંડના શ્રધ્‍ધાળુનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

Related posts

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો