August 13, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ચૂંટણીની તારીખો થઇ જાહેર.ડિસેમ્‍બરની ૧થી ૫ તારીખ વચ્‍ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાવવાની છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી બે તબક્કે યોજાય તેવી શક્‍યતા છે. આજથી જ આચારસંહિતા અમલી બની જશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો સાબદા બન્‍યા છે.

હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૮ ડિસેમ્‍બરે પરિણામ જાહેર થવાના છે. ગુજરાતના પરિણામો પણ તેની સાથે જ જાહેર થઈ શકે છે. તેથી ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં જ બે તબક્કામાં મતદાન ગુજરાતમાં થઈ શકે છે. મતદાનનો પ્રથમ તબક્કો ૧ અથવા ૨ ડિસેમ્‍બરે અને બીજા તબક્કામાં ૪ અથવા ૫ ડિસેમ્‍બરે યોજાય તેવી શક્‍યતા છે.

ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી ૯૯ બેઠકો જીતી હતી. ત્‍યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા ૭૭ બેઠકો જીતી હતી. અન્‍યના ખાતામાં ૬ બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને ૫૦% અને કોંગ્રેસને ૪૨% વોટ મળ્‍યા હતા.

દિલ્‍હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. ગુજરાતની ચૂંટણી ૨ તબક્કામાં યોજાઈ શકે છે. જયારે ડિસેમ્‍બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્‍વનું છે કે, ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે.

ગુજરાત અને હિમાચલ એમ બંને રાજયનાં પરિણામ ૮ ડિસેમ્‍બરના રોજ જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ૧૨ નવેમ્‍બરે તેનું મતદાન થશે જયારે ૮ ડિસેમ્‍બરે તેનું પરિણામ જાહેર થશે. આ ૨૬ દિવસના ગેપ વચ્‍ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાશે. બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્‍બરના રોજ એક જ દિવસે જાહેર થવાની શક્‍યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. નવેમ્‍બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્‍બરની ૧થી ૫ તારીખ વચ્‍ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે.

Related posts

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

પોલીસબેડામાં ફરી ઉથલપાથલ, ૦૬ પી.આઇ. ની બદલી

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો