August 13, 2026
તાજા સમાચારગુજરાતદુનિયા

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા ગાંધીનગર જિલ્‍લાના ૩૨ વર્ષના યુવકનું મોત થયું હોવાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. આ વ્‍યકિતનું મૃત્‍યુ ત્‍યારે થયુ જયારે તેઓ તેમની પત્‍ની અને ત્રણ વર્ષના બાળક સાથે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહયા હતા. દરમિયાન મેકિસકો-અમેરિકન દિવાલ  પરથી પડી જતા શખ્‍સનું મોત થયુ હતું.

મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્‍લાના કલોલના રહેવાસી બ્રિજકુમાર યાદવ તરીકે થઇ છે. યાદવ કલોલ જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. તે તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે ત્‍યા પહોંચ્‍યો હતો. તિજુનાથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને સાન ડિએગો પહોંચવાનો પ્રયાસ કરી રહયા હતા.

જયારે યાદવે તેના ત્રણ વર્ષના પુત્ર સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો ત્‍યારે અકસ્‍માત થયો અને તે નીચે પટકાયો હતો. હોસ્‍પીટલ તંત્ર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો. પુત્ર અને પત્‍નીને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

ગુજરાત પોલીસની તપાસમાં જાણવા મળ્‍યુ છે કે યાદવનો પરિવાર બોરીસણા ગામની ટેલિફોન કોલોનીનો રહેવાસી છે.

Related posts

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી બે દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવી શકે છે! જાણો રિપોર્ટમાં શું કહ્યું?

admin

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

બસ…. બહુ થયું હવે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો