અમદાવાદના એસજી હાઈવે અકસ્માત કેસમાં અમદાવાદની મિરઝાપુર કોર્ટે જેગુઆર ચલાવતા આરોપી તથ્ય પટેલને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. પોલીસ દ્વારા 5 દિવસના રીમાન્ડ માગ કરવામાં આવી હતી. તથ્યના સોમવારે સાંજે 4 વાગ્યે હકીકત પટેલના રિમાન્ડ પૂરા થશે. જે મામલે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આ મામલે ચાર્જસીટ પણ ઝડપી ફાઈલ કરવાની હોવાથી સીટ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના એક સાથે મોત નિપજ્યા છે. ગઈકાલે મુખ્ય આરોપી તથ્યા પટેલ અને તેના પિતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વકીલોએ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રને રજૂ કર્યા હતા. ભરચક કોર્ટરૂમમાં પોણો કલાક જેટલા સમય સુધી દલીલો ચાલી હતી. દરમિયાન પોલીસે જગુઆર ચલાવનાર તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેનો બચાવ પક્ષના વકીલે વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે તપાસ માટે પૂરતો સમય જરૂરી છે. તો બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે જગુઆર કારની તપાસમાં આરોપીની હાજરી જરૂરી નથી.
પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 19મી જુલાઈની રાત્રે બનેલા ડબલ અકસ્માત કેસમાં પોલીસે આરોપી તથ્ય પટેલને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. જેથી આ મામલે પૂછપરછ કરાશે. આરોપી રાત્રે જે રેસ્ટોરન્ટ કે કાફેમાંથી આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે, આ સાથે રીપોર્ટ પણ તપાસવામાં આવશે. આમ વિવિધ એંગલથી તપાસ તેજ કરવામાં આવી છે.