August 9, 2026
દેશ

ઋષભ પંતના અકસ્માત વેળાએ મદદે આવેલા બસ ચાલકને ઉત્તરાખંડ પોલીસ દ્વારા સન્માનિત કરાશે

ભારતીય ક્રિકેટર ઋષભ પંત ને ગંભીર અકસ્માત નડ્યો હતો જોકે ચિંતા એ વાતની હતી કે, પંતને પહોંચેલી ઈજા કેટલી ગંભીર હતી એ વાતના સવાલના જવાબની રાહ જોવાઈ રહી હતી. જોકે પંતના ચાહકોને માટે રાહતરુપ સમાચાર મળ્યા હતા કે, પંતની ઈંજા જીવ અને કરિયરને લઈ ચિંતાજનક સ્થિતીમાં નથી. જોકે તેને ઘટના વેળા એક બસ ચાલકે તત્કાળ મહત્વની મદદ પૂરી પાડી હતી અને પ્રાથમિક સારવાર અપાવી હતી. હવે તેને ઉત્તરાખંડ પોલીસ સન્માનિત કરશે.

 

ઉત્તરાખંડ પોલીસ દ્વારા એ બસ ચાલકનુ સન્માન કરવામા આવશે કે, અકસ્માતની ઘટના જોઈ તુરત જ મદદની ભાવનાથી દોડી આવ્યો હતો. હરિયાણા રોડવેઝની બસનો એ ચાલક ફરજ પર હોવા છતાં પણ તેણે બસને સાઈડમાં ઉભી રાખીને મદદ માટે પહેલ કરી હતી. સળગતી કાર સાથેના આ ગંભીર દૃશ્યની સ્થિતીમાં તેણે સૂઝબૂઝ સાથે પંતના બચાવ માટેની કાર્યવાહી તત્કાળ હાથ ઘરી હતી અને પ્રાથમિક સારવાર માટે પણ ત્વરીતના ધોરણે કાર્ય કર્યુ હતુ.

બસ ચાલકની મદદની ભાવનાએ સૌને પ્રેરણા પૂરી પાડી છે. તેણે અકસ્માત જોઈને તુરત શક્ય તમામ મદદની ભાવનાથી પંતને પ્રાથમિક સારવાર અપવવા સહિતનુ કાર્ય કર્યુ હતુ. આ બસ ચાલકની આ પહેલ સાથે જ સ્થાનિક યુવાનો પણ તેની સાથે જોડાયા હતા અને મદદ માટે લાગ્યા હતા. હવે ઉત્તરાખંડ પોલીસ દ્વારા આ બસ ચાલકને સન્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ ચાલકને પુરસ્કાર પણ આપવામાં આવશે. આ અંગે ઉત્તરાખંડના ડીજીપીએ ઘોષણા કરી છે.

પંતને તુરત જ બસ ચાલકે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. તેની ભાવના પ્રેરણાદાયી હતી અને જેને લઈ તેને ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી છે. પોલીસે મીડિયા રિલીઝમાં જણાવ્યુ છે કે, ભારતીય ક્રિકેટર ઋષભ પંત આજે સવારે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. હરિયાણા રોડવેઝના ડ્રાઇવર અને ઓપરેટર અને અન્ય સ્થાનિક લોકો માર્ગ પરિવહન મંત્રાલયની ‘ગુડ સમરિટન સ્કીમ’ હેઠળ તેની મદદ માટે આગળ આવ્યા હતા અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મત્રાલય, ભારત સરકારની ‘ગુડ સેમેરિટન’ હેઠળ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.

Related posts

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવયા

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો