એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સુશાંતના મોતથી દેશભરના લોકોને મોટો ઝાટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની મોતના મુદ્દે અનેક પ્રશ્ન ઉઠ્યા હતા અને તેમના પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કોઈએ તેમની હત્યા કરી હતી.
આ મામલાની તપાસ મુંબઈ પોલીસે કરી હતી અને તેમને મર્ડર જેવું કશું મળ્યું નથી. જોકે, સુશાંતને ન્યાય અપાવવાની મુહિમ સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી અને ફેન્સે માંગ કરી કે, મુંબઈ પોલીસની જગ્યાએ સીબીઆઈ પાસે સુશાંત કેસની તપાસ કરાવવામાં આવે જેથી સત્ય સામે આવે. હવે સીબીઆઈની તપાસને શરૂ થઇ તેના પાંચ મહિના થઈ ગયા, પરંતુ સુશાંત કેસમાં કોઈ અપડેટ સામે આવી નથી. એવામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પ્રશ્ન ઉભો કર્યો છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તપાસને શરૂ થયે પાંચ મહિના થઈ ગયા છે અને અત્યાર સુધી તે વાત સ્પષ્ટ થઈ નથી કે, સુશાંતની હત્યા થઈ હતી કે, તેમને આત્મહત્યા કરી હતી. તેમને કહ્યું કે, આ તપાસમાં સીબીઆઈને જે પણ જાણકારી મળી છે, તેનો ખુલસો ઝડપીમાં ઝડપી કરે.