September 22, 2026
ગુજરાતઅપરાધતાજા સમાચાર

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો હતો. જેમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી હતી. જેના કારણે ત્‍યાં હાજર લોકો ગભરાઈને અફડાતફડીનો માહોલ જોવા મળ્‍યો હતો. ફિલ્‍મના પોસ્‍ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્‍મમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સ્‍ટારર ફિલ્‍મ સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્‍મને બોયકોટ કરવાનો ટ્રેન્‍ડ શરૂ થયો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા અમદાવાદ વન મોલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો. અગાઉ પણ શાહરૂખ ખાનની ફિલ્‍મ પઠાણ ગુજરાતમાં રિલીઝ નહિ કરવા ચીમકી ઉચ્‍ચારી હતી તેમ છતાં મોલમાં પોસ્‍ટરો લાગતા નુકસાન પહોંચાડ્‍યું. એટલું જ નહીં VHP એ આ ફિલ્‍મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ તેવી ચીમકી ઉચ્‍ચારી છે. આ સમયે મોલમાં આવનારા ગ્રાહકો પણ માહોલ થી ગભરાઈ ગયા હતા.

વિરોધ થતા જ પોલીસ ઘટના સ્‍થળે પોહચી મામલો શાંત પાડ્‍યો હતો પરંતુ તોડ ફોડ અંગે હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો.આ બનાવ બાદ  રાજ્‍યમાં વિરોધનો સુર ઉઠ્‍યો હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે આગામી સમયમાં અન્‍ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો વિરોધ કરે તેવી શકયતા છે.આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હવે પઠાણ ફિલ્‍મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્‍ય જગ્‍યા પણ વિરોધ થાય તેવી શકયતા છે. બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

હળવદમાં બે ઇસમોએ યુવતીની છેડતી કરી નિર્લજ્જ હુમલો કરતા ચકચાર મચી

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર હવે ૫૦૦રૂ. દંડ,ગ્રાહક મસાલો ખાઈ થુંકે તો ગલ્લા વાળને ૧૦,૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડીને હેલ્મેટના બોક્સમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો