September 21, 2026
ગુજરાત

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

૧૪ ફેબ્રુઆરીએ ફક્ત વેલેન્ટાઈન ડે જ નહીં પણ વીર પુરુષો ની ભારત માતા માટેની પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરવાનો દિવસ છે, જો સાચા ભારતિય અને હિન્દુ હોવ તો આજથી વેલેન્ટાઇન ડે નહિ પણ શહીદી ડે મનાવજો અને તેમને યાદ કરી એક મિનિટનો મૌન રાખજો કાંતો શ્રદ્ધાંજલિ અર્પણ કરજો કારણકે ૧૪ ફેબ્રુઆરીના રોજ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હતી.

આ શહીદ દિન પર આજે અમદાવાદ સમય દ્વારા આપને શ્રી શહીદ લાન્સ નાઇક ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયાની શોર્ય ગાથા જણાવીશુ.

વીર શહીદ ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા જમ્મુ-કાશ્મીરમાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના રોજ ઓપરેશન પ્રાંજલ (ઓ પી રક્ષાક) ખાતે આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટર દરમિયાન બહાદુરીનો અનોખો દાખલો આપતા અમદાવાદના વીર સપૂત શહીદ લાન્સ નાઇક ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયાએ વિરગતિનો સ્વીકાર કર્યો હતો. લાન્સ નાઇક ગોપાલસિંહ મુનિમ સિંહ ભદૌરીયા એક હિંમતવાન, નીડર, આશાસ્પદ,દેશ ભક્ત અને ઉચ્ચ હોદ્દો ધરાવતા એનએસજી કમાન્ડો હતા, જેણે હંમેશાં 26/11 ના હોટલ તાજ, હોટલ ઓબેરોય – મુંબઈ પરના આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેને વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેમની બહાદુરી માટે ખાસ વાત કરીએ તો તેમને મરણોત્તર માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સૈન્યના સર્વોચ્ચ ચંદ્રક એવા શૌર્યચક્રથી નવાજવામાં આવ્યા હતા.


તેમની વીરગતિ એટલે ખાસ છે કે આવા વીર પુરુષને જન્મ આપનાર માતા પિતાએ ગોપાલસિંહની દેશ ભક્તિ અને તેમને તેમના કાર્યભાર અને શહીદ થયા બાદ પણ તેમની દેશ ભક્તિને યાદ કરી આપેલા તમામ મેડલો, પુરસ્કારોને તેમની યાદમાં એક રૂમમાં સજાવીને રાખી છે એટલુંજ નહિ તેમના માતા પિતા અને તેમની શહીદીને નમન કરતા દેશ ભક્તો દ્વારા તેમની પુણ્યતિથિ દરમ્યાન સુંદરકાંડનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું કાર્ય ક્રમ પણ રખાય છે. શહીદ વીર ગોપાલસિંહ ભાદોરીયાના પૂર્વજ ગામની સ્મૃતિગૃહ – પુરા તા. તહસીલ – બાહ. જિલ્લા – આગ્રા (યુ.પી.) એ પુણ્યતિથિ નિમિત્તે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે,

https://youtu.be/UTyT0emu1hI

આવા વીર શહીદ શ્રી ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ને અમદાવાદ સમય ટીમ દ્વારા સતત નમઃ છે.
જય હિંદ જય ભારત

Related posts

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

હિન્દૂ સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

CREDAI અમદાવાદ દ્વારા આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો