વડોદરામાં ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ૨૩ વર્ષીય યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેના નિકાહ કરાવાયા છે. અયાઝ શેખ નામના યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ બદલીને આહિરા શેખ કરાવ્યું અને મહારાષ્ટ્રમાં જઈને નિકાહ કર્યા હતા.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય બ્રાહ્મણ દીકરીનું ધર્મ પરિવર્તન કરીને તેના નિકાહ કરાવાયા છે. ત્યારે ચકચારિ કિસ્સામાં શહેરના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમજ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સમગ્ર કિસ્સા મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે, યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી મારી બહેનનો પરિચય કર્યો હતો. તેથી મારા પરિવારે કારેલીબાગ પોલીસમાં અરજી આપી છે. સમગ્ર મામલામાં ભાજપ નેતાઓ અને હિન્દુ સંગઠનો વચ્ચે પડ્યા છે. હાલ યુવતીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. મને મારી બહેન પાછી જોઈએ, એને પટાવી ફોસલાવી માઈન્ડ વોશ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ યુવતીના પિતાએ કહ્યું કે, તેઓ સમગ્ર ઘટના મામલે અઁધારામાં હતા.
યુવતીની આપવીતી
ધર્મ પરિવર્તન કરનારી યુવતીએ કહ્યું કે, તે ૬ વર્ષથી અયાઝના સંપર્કમાં હતી. શરૂઆતના દિવસોમાં મળ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. જેના બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નિકાહ કરવા માટે અયાઝ મુંબઈ લઈ ગયો હતો, જ્યાં બાન્દ્રાની મસ્જિદમાં મારા નિકાહ કરાવાયા હતા. જેના બાદ અમે વડોદરા આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મને લોકોનો સપોર્ટ મળ્યો હતો. લોકોએ મને સમજાવી છે. તેથી વિચારીશ. હવે હુ અયાઝને પણ હિન્દુ બનવા માટે કહીશ.