September 21, 2026
ગુજરાત

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં શ્રી ગિજુભાઈ બધેકાનાં પુત્ર શ્રી નરેન્દ્રભાઈ બધેકા ( બચુભાઈ) ની ૧૧૦ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે “આનંદોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલો આ કાર્યક્રમ નાયબ માહિતી નિયામક ચિંતન રાવલનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાલમંદિરમાં આભ્યાસ કરતા ત્રણથી છ વર્ષના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દિવડા નૃત્ય, હોળીનાં ગીતો, ટિપ્પણી રાસ, નાટક, રાંદલ માતાજીનો ઘોડો અને અભિનય ગીતો પ્રસ્તુત કરી વાતાવરણને આહલાદક બનાવ્યું હતું . ઉપરાંત ત્યાં અભ્યાસ કરતી બાળકી પદ્મજા ત્રિવેદીએ કવિ કૃષ્ણ દવે બની તેમની “રચના કોઇ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં” રજૂ કરી શ્રોતાઓને અભિભૂત કર્યા હતા.ક્ર કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધીરેન્દ્ર મુની, ટ્રસ્ટી ડૉ. તેજસ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં ટ્રસ્ટીઓ, નિયામક વિભાગીય વડાઓ, પૂર્વ આચાર્યઓ, પૂર્વ શિક્ષકઓ, શુભેચ્છકો, બાલમંદિરનાં પારિજાતક અને ગુલાબ ટકડીનાં બાળકોનાં વાલીઓ, પત્રકારો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં શિક્ષકો અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

રક્તદાન કરી દશરથ પુરોહિતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો