September 22, 2026
અપરાધ

મોરબીમાં જૂની અદાવતમાં મહિલાએ એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી

મોરબીમાં જૂની અદાવતમાં મહિલાએ એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરી

એડવોકેટને પીઠમાં પંજો મારી નખ વડે ઈજા કરી

 

મોરબી શહેરના મંગલ ભુવન ચોક પાસે એક મહિલાએ જૂની અદાવતનો ખાર રાખી એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરીને ગામમાં ખોટી વાતો કરે છે કહીને ગાળો આપી પીઠમાં નખ વડે ઈજા કરી જાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીના શનાળા રોડ પર અંજની એપાર્ટમેન્ટમાં રહેતા રજાકમિયા અબ્બાસમિયા બુખારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ સાંજના સુમારે તે મંગલભુવન ચોકમાં આવેલ બોમ્બે મોબાઈલ દુકાન પાસે કામથી ગયા હોય ત્યારે આરોપી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા તેના પાડોશમાં રહેતા કાનાભાઈની રીક્ષામાં બેસીને આવ્યા હતા અને રેશ્માબેન આવીને તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે કહીને ભૂંડી ગાળો આપવા લાગ્યા હતા જેથી ગાળો આપવાની ના કહેતા રેશ્માબેન ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને પીઠમાં હાથથી પંજો મારી નખ વડે ઈજા કરી હતી અને જાપટો મારવા લાગ્યા હતા ત્યારે ત્યાં હાજર રફીકભાઈ અજમેરી અને મેહબૂબ સુમરા બંને આવી જતા વચ્ચે પડી છોડાવ્યા હતા

 

અને રેશ્માબેને કહ્યું હતું કે આજે તો તું બચી ગયો છો ફરી વાર મળીશ તો તને જાનથી મારી નાખીશ કહેવા લાગી હતી અને બાદમાં લોકો ભેગા થઇ જતા રીક્ષામાં બેસી જતી રહી હતી આમ આરોપી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા રહે ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગર વાળીએ અગાઉ ફરિયાદી એડવોકેટ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોય જેમાં તેઓ જામીન પર છૂટી જતા રેશ્માબેનને સારું નહિ લાગતા બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી પીઠમાં નખ વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Related posts

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે પકડ્યા બાદ મોટી હકીકત આવી સામે

Ahmedabad Samay

અંગત અદાવત રાખી હિસ્ટરી શીટરની મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી

Ahmedabad Samay

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો