August 13, 2026
અપરાધ

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરતો કિસ્સો આવ્યો સામે

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા તેમજ જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી તલવારથી  હુમલો કર્યો હતો

ઉછીના રૂપિયા નહીં આપતા લુખ્ખા તત્વોએ મારામારી કરી હતી. રૂપિયા નહીં આપનાર યુવકની દુકાન પર તોડફોડ કરી અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકારતા દ્રશ્યો ફરી લોકો સમક્ષ આવ્યા છે.

અગાઉ આવા કિસ્સામાં પોલીસે બુલડોઝર કાર્યવાહી કરી હોવા છતાં ગુંડાઓમાં કેમ ડર નથી ? તે લોકોમાં સૌથી મોટો સવાલ ઉભો થાય છે,

અમદાવાદમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં અવારનવાર લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળી રહ્યો છે.

Related posts

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

સુરત: રૂ. 63 હજાર પગાર ધરાવતો IT વિભાગનો સ્ટેનોગ્રાફર રૂ.2500ની લાંચ લેતા ઝડપાયો

Ahmedabad Samay

બળજબરી પૂર્વક પૈસા પડાવવાનો કેસમાં નિકોલ પોલીસે બે TRB જવાનની ધરપકડ કરી

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો