September 19, 2026
Other

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

જેમાં 3, 5, 10 અને 21 કિમીની 4 કેટેગરીમાં કુલ 1191 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના કલેકટર ડો. વિપિન ગર્ગના હસ્તે ફલેગ ઓફ કરાવવામાં આવ્યું હતું સાથે તેઓ પણ આ મેરેથોનમાં સ્ફર્તિ સાથે દોડયા હતા. આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આયોજિત દ્વિતીય યુફિઝિયો બીચ મેરેથોનમાં સવારે પાંચ વાગ્યે ઝૂમ્બા સેશન અને સ્ટ્રેચિંગ બાદ દોડ માટે સૌ સજ્જ થયા હતા. સ્વામિનારાયણ મંદિરથી દીવાદાંડીથી પરત મંદિર માર્ગે સોલ્ટી બીચ, સાઈ મંદિર, સુરવાડા, રેન્જ ફોરેસ્ટ અને મગોદ ડુંગરી માંગેલવાડ સુધી સાડા દશ કિમી બાદ વળતા સ્વામિનારાયણ મંદિર સુધીના 21 કિમીના રેતીમય માર્ગમાં અમુક જગ્યાએ દરિયાઈ ભરતીના પાણી હતા પણ આગોતરી તૈયારી સ્વરૂપે રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો સેતુ રચી દોડવીરોને સલામત માર્ગ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં બાળકો, યુવા, યુવતીઓ, વડીલો અને પોલીસ કર્મી, ડોક્ટર્સ તેમજ કલેકટર અને મામલતદાર કચેરીના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વલસાડ જિલ્લાના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે આટલા જાગૃત છે એ વાતની પ્રતીતિ થઈ આ મેરેથોનથી થઈ હતી. ઉંમરની કેટેગરી મુજબ ત્રણ વિભાગમાં વિજેતાઓને રોકડ ઇનામો, ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક તરીકે વલસાડ એન.સી.સી. કેડેટ્સ અને ભીલાડ કોલેજના હોકી ટીમના ભાઈઓ તથા ટીમ એસ.એસ.સી.ના દોડવીર ભાઈઓએ સેવા આપી હતી. આ સેવાને દોડવીરોએ સરાહી હતી.

Related posts

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા ગણેશ ગ્રુપનું સન્માન

Ahmedabad Samay

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

એક ટિપ્પણી મૂકો