June 23, 2026
ગુજરાત

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

અમદાવાદની સૌથી જૂનો ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસના કારણે અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે. ત્યારે છેલ્લા 6 વર્ષના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં 1500થી વધુ અકસ્માતોમાં 52 લોકોના મોત નિપજ્યા છે. ગમખ્વાર રીતે કેટલાક ડ્રાઈવર એએમટીએસ હંકારતા હોવાથી આ નોબત આવી છે. રોડના ભાગે ટ્રાફીક વચ્ચે એએમટીએસ પસાર થતી હોય છે ત્યારે સ્પીડમાં કે ગફલતભરી રીતે ચલાવાતા આ અકસ્માતો નડી રહ્યા છે. કેટલાક ડ્રાઈવર ચોક્કસથી પુરતી કાળજી રાખે પરંતુ કેટલાક સંજોગોમાં અકસ્માતોમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. અગાઉ એક ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં પણ ઝડપાયો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. એએમટીએસ બસ દ્વારા વર્ષ પ્રમાણે બનેલી અકસ્માતની ઘટનાઓમાં સૌથી વધુ અકસ્માતો 2017-18માં 397 અકસ્માતો થયા છે.

વર્ષ પ્રમાણે અકસ્માતની ઘટના 
2017-18 – 397

2018-19 – 327

2019-20 – 303

2020-21 – 107

2022-23 – 217

4 વર્ષમાં બીઆરટીએસના અકસ્માતના કારણે 12 લોકોના મોત
એક તરફ એએમટીએસ મોટી ખાદ ખાઈ રહી છે ત્યારે અકસ્માતની ઘટનાઓ બીઆરટીએ કરતા પણ વધુ જોવા મળી રહી છે. 4 વર્ષમાં બીઆરટીએસના કારણે પણ 12 જેટલા લોકોના મોત થયા છે.

બીઆરટીએસમાં અકસ્મત દરમિયાન મોતના બનાવો 
2020 – 2ના મોત
2021 – 5 ના મોત
2022 – 4ના મોત
2023 – 1નું મોત
3 મહિનામાં આગના 3 બનાવ

Related posts

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો