અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને ચાલી રહેલા તમામ વિવાદોનો હવે અંત આવ્યો છે. ચાણક્યપુરીમાં બાબાનો દરબાર નહીં યોજાય. સભાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા બાબાનો દરબાર હવે ઓગણજના મેદાનમાં યોજાશે.