August 13, 2026
ગુજરાતઅપરાધ

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર ભારતીય બનાવટી ચલણી નોટો પકડી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જેગ અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા નોટબંધી બાદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્‍ય પ્રજા પુરતી માહિતગાર ન હોય, અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય, તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરતાં અને આવી ગેરકાયદેસર બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર ગુપ્તરાહે વોચ રાખવા અને આવા આરોપીઓ અંગે માહિતી મેળવી, તેઓને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ, એ.ટી.એસ.ચાર્ટર લગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ’’ભકિત ધામ’’ નાના ભંડારીયા, ગામમાં રહેતા અમિત વિનુભાઇ માધડ, તથા તેની સાથે અન્ય બે ઈસમો ’’ભકિત ધામ’’ નાના ભંડારીયાવાળાઓ ’’ભકિત ધામ’’ નાના ભંડારીયા ગામ તરફ જતા રોડ ઉપર અંબાજી માતાજીનાં મંદિર આગળ ભારતીય ચલણની બનાવટી નોટો લઇ બજારમાં વટાવવાનાં ઈરાદે કે, ચોરીનો મુદ્દામાલ કે, અન્ય શંકાસ્પદ ચીજ-વસ્તુ લઇને ઉભા છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા ભારતીય ચલણની બનાવટી નોટો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી ઃ-

1️⃣ અમિત વિનુભાઇ માધડ ઉ.વ.-૨૧, ધંધો-પ્રા.નોકરી, રહે. ભકિતધામ-ભંડારીયા, તા.જિ.અમરેલી.
2️⃣કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળ-કિશોર.
3️⃣ ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-૨૩. ધંધો-હીરાધસવાનો, રહે.સાળવા, આંબલીયારોડ, દલીતવાસ, તા.ખાંભા, જિ.અમરેલી હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત.

Related posts

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ કરાઇ

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો