August 8, 2026
ગુજરાતઅપરાધ

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

સુરતમાં વધુ એક લેડી ડોનની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. યુવતીને લેડી ડોન બનવાના અભરખાં હોવાથી હાથમાં લાકડી લઈને લોકોને ધમકાવતી હતી અને તેના વિસ્તારમાં મિત્રો સાથે મળી ધમાલ મચાવી લોકોની શાંતિ ભંગ કરતી હતી. લોકોમાં તેનો ડર ઊભો થાય તે માટે મિત્રો સાથે મળીને તેણે એક ગાડીના કાચ પણ તોડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ  થયા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.

પાર્ક કરેલી એક કારના કાંચ તોડ્યા

માહિતી મુજબ, ભાવના ઉર્ફે ભાવલીએ મિત્રો સાથે મળી સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાંલદા સ્કૂલ પાસે આવેલી એક સોસાયટીમાં મોટરસાઇકલ પર ભારે ધમાલ વચાવી હતી. સાથે જ જાહેર માર્ક પર હાથમાં લાકડી લઈ લોકોને ધમકાવ્યા હતા અને ત્યાં પાર્ક કરેલી એક કારના કાંચ પણ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જે બાદ કાપોદ્રા પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરી ભાવના ઉર્ફે ભાવલીની ધરપકડ કરી હતી.

અગાઉ દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો!

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, ભાવનાએ અગાઉ દમણમાં પણ એક યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ છે. પોલીસે હવે જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા મામલે યુવતી સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, ગત રોજ પોલીસે તેના ચાર મિત્રોની પણ ધરપરકડ કરી હતી. જ્યારે શનિવારે ભાવનાની કાપોદ્રા પોલીસ કામરેજ વિસ્તામાંથી ધરપકડ કરી છે.

Related posts

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ખાનગી વીડિયો ચોરી લીધા અને વીડિયો વિદેશી પોર્નોગ્રાફિક નેટવર્કને વેચી દીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો