November 2, 2024
અપરાધ

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

વડોદરાના દામાપુરા ગામમાં બે દિવસ પહેલા એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં પરિણીતાએ પતિ અને સાસુ-સસરા સહિતના સાસરિયા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેના 3 વર્ષના બાળકને તેના પિતાના ઘરે રાખવા જણાવ્યું હતું. આ સંદર્ભે હવે પરિણીતાના પિતાએ જમાઈ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

પતિ, સાસુ-સસરા અને જેઠ માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ

મળતી માહિતી મુજબ, વડોદરાના દામાપુરા ગામમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પાયલે પતિ અને સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પાયલના પિતા રમેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે, તેમની દીકરી પાયલના લગ્ન વર્ષ 2018માં દામાપુરા ગામમાં રહેતા પ્રફુલ સોલંકી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી બંનેને એક ત્રણ વર્ષનો દીકરો છે. છેલ્લા 2 વર્ષથી પાયલને પતિ, સાસુ દીનાબેન, સસરા બાબુભાઈ અને જેઠ ભાવેશભાઈ નાની નાની વાતમાં મેણા ટોણા મારતા હતા અને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.

પતિએ જુગાર રમવા માટે પત્નીના દાગીના પણ ગીરવે મૂક્યા 

જમાઈ પ્રફુલ સોલંકી જુગારના રવાડે ચઢ્યો હોવાથી તેણે પત્નીના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા અને વધુ પૈસા આપવા માટે હેરાન પરેશાન કરી મારઝૂડ કરતો હતો. દરમિયાન જ્યારે રમેશભાઈએ દીકરીને ફોન કર્યો તો જમાઈએ કહ્યું કે તે બેભાન થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં તબીબે તેણીને મૃત જાહેર કરી છે. આ મામલે પછી ખબર પડી કે પાયલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં પતિ, સાસુ-સસરા, જેઠ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. આ મામલે રમેશભાઈએ જમાઈ પ્રફુલ સોલંકી, સાસુ દીના સોલંકી, સસરા બાબુ સોલંકી અને જેઠ ભાવેશ સોલંકી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો