September 27, 2026
Other

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સોરઠ પંથકમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટાથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ સુધી વાતાવરણમાં બદલાવ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 19 માર્ચ સુધી પવન સાથે માવઠું છુટા છવાયા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગત અઠવાડિયે બચાવવા ખેડૂતો ભારે દોડધામ થઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનના લોકાર્પણને લઈ ખેડૂતોની તમામ જણસો લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે પરંતુ અગાઉ આવી ગયેલો ખેડૂતોનો માલ કોઈ પણ કારણોસર વેચાણ ન થતા યાર્ડમાં આવેલા શેડમાં પડેલો હતો કેન્દ્રના ગૃહમંત્રી આવવાના હોવાથી યાર્ડના નવમાંથી પાંચ શેડ ખાલી કરવામાં આવ્યા છે જેના કારણે ખાલી કરાવેલ શેડમાં રહેલો ઘઉં ધાણા સહિતનો માલને યાર્ડની પાછળના ભાગમાં આવેલ ખુલી જગ્યામાં રાખવામાં આવ્યો છે આજે સવારે આગાહી મુજબ યાર્ડમાં છાંટા આવ્યા હતા જેથી ખુલ્લામાં રાખેલ ખેડૂતોના માલને વરસાદથી બચાવવા ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે માત્ર છાંટા બાદ વરસાદ બંધ થઈ જતા ખેડૂતોના માલને મોટું નુકસાન થતા બચી ગયું છે ખેડૂતોની સંસ્થા એવું માર્કેટ યાર્ડમાં રાજકીય તાઈફાને ખેડૂતોને જ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે આજે હવામાન વિભાગે તારીખ 19 માર્ચ સુધીની કમોસમી વરસાદની આગાહી કરી છે

Related posts

નરોડામાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટમાં જન્માષ્ટમી ધામધૂમ અને ભક્તિ ગીતોથી ઉજવાઈ

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો