તારીખ ૩૧/૦૫/૨૦૨૧. થી ૦૬/૦૬/૨૦૨૧ સુધી નુ રાશિ ભવિષ્ય
મેષ રાશિ
ગ્રહનું પરિભ્રમણ લાભદાયક બનેલું છે. કામમાં આવી રહેલી અડચણો માંથી આજે રાહત મળશે. આજે બહારની ગતિવિધિઓને બદલે તમારા અંગત સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન આપવું. તમારું મનોબળ તેમજ આત્મવિશ્વાસ બનાવી રાખવો. તમારી મનમાની ન કરીને બીજાની વાતો પર પણ ધ્યાન આપવું. જે પણ ઉપલબ્ધિ મળે તેના પર વધારે વિચાર ન કરીને તરત જ મેળવી લેવી. મહેનત અને દોડધામ વધારે રહેશે. કોઈ વિશ્વાસનીય કર્મચારીને કામનું ભારણ સોંપી શકો છો. તમારા કામમાં જીવન સાથેની સલાહ લેવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા અને ઉમંગ વાળું રહેશે.
વૃષભ રાશિ
બીજાની મદદની અપેક્ષા ન રાખીને તમારી કાર્યપ્રણાલી પર વિશ્વાસ રાખવો. તમે પોતાના કામ સારી રીતે પૂરા કરવામાં સફળ રહેશો. ઘરમાં કોઈ માંગલિક કામ સાથે જોડાયેલી યોજના બનશે. નકારાત્મક ઘટનાને આજે તમારી ખુશીઓ પર હાવી ન થવા દેવી. કોઈપણ પગલું ભરતા પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચા પર કાબૂ રાખવો. તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયમાં કોઈની મદદથી તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. માત્ર તમારા કામના સ્થળ પર કર્મચારીઓની ગતિવિધિઓને અવગણવી ઉચિત નથી. તમારી કોઈ સફળતાથી જીવનસાથી તેમજ પરિવારના સભ્યો ગર્વ અનુભવાશે. પ્રેમ સંબંધોમાં સહયોગ અને સામંજસ્યની ભાવના બની રહેશે.
મિથુન રાશિ
સમય અનુકૂળ છે. જે કામ તમે ઘણા સમયથી કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા તે કામ પૂરા થવાના છે. ઘરના વડીલોએ સભ્યોના માર્ગદર્શન પર અમલ કરવો જરૂરી છે. ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળી શકે છે. ક્યારેક ક્યારેક વધારે પડતી મનમરજી કરવી તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. બધા સાથે સારું સામંજસ્ય બનાવી રાખવુ. મનમાં રહેલી સમસ્યાઓ કોઈ અનુભવી વ્યક્તિ સાથે શેર કરવાથી તેને યોગ્ય દિશા મળશે. કોઇ જાણીતા વ્યક્તિની મદદથી તમારા વેપાર ધંધામાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. આ સમયે વ્યવસાયમાં પૈસા લગાવવા પડશે અને આવું કરવું ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકો પર કામનું ભારણ ઓછું થવાથી રાહત મળશે. પતિ-પત્નીને ઘરેલુ સમસ્યાને લઈને મનભેદ ન થવા દેવો. પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા ન આવવા દેવી. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓ અને ઉકેલવી.
કર્ક રાશિ
શાંતિ મેળવવા માટે તમારી આંતરિક શાંતિઓને ફરીથી સમેટવામાં ધ્યાન આપવું. તેનાથી તમારા આત્મ બળમાં વધારો થશે. છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ કામ માટે વધારે પ્રયત્ન કરી રહ્યા હતા તો તેમા સફળતા મળવાની પૂરી સંભાવના છે. બીજા પર વધારે મન મરજી કરવાથી સંબંધો ખરાબ થઈ શકે છે. તમારા માન-સન્માન ઉપર વાત આવી શકે છે. બાળકો પોતાના જ્ઞાનને વધારવા માટે નવી નવી જાણકારી ઓથી શીખવાના પ્રયત્ન કરશે. વ્યવસાયમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરીને વ્યવસાયિક કામને પોતાની દેખરેખમાં જ કરાવવા. કોઈપણ નિર્ણય લેવા માટે દીલને બદલે મગજથી કામ લેવું. ભાગીદારીમાં તમારા પાર્ટનરની સલાહ અને અનુભવ દ્વારા કામ વ્યવસ્થિત રીતે પૂરા થશે. વ્યસ્તતા હોવા છતા ઘર તેમજ વ્યવસાયમા સારૂ સામંજસ્ય બની રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા વધશે.
સિંહ રાશિ
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત અથવા તો વાર્તાલાપ થવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. આ સમયે વધારે વિચાર ન કરવા અને વાસ્તવિકતાથી પરિસ્થિતિઓનો સામનો કરશો તો તમને નિશ્ચિત સફળતા મળશે. સંબંધોની ગરિમા બનાવી રાખવા માટે તમારા શંકાશીલ સ્વભાવ ઉપર કાબૂ રાખવો. તમારા વ્યવહારને લીધે સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. આ સમયે કોઈપણ મહત્વનો નિર્ણય ન લેવો. તમારા વ્યવસાય સાથે જોડાયેલ કોઇપણ કાર્ય પ્રણાલી બીજાની સામે શેર ન કરવી. મીડિયા અને તમારા વિરોધીઓની અફવાઓથી દુર રહીને તમારા કામ પર ધ્યાન આપવું. સરકારી કર્મચારીઓને જલ્દી જ પદોન્નતિના અવસર મળી શકે છે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. આ તેમજ જીવનસાથી તમને ભાવનાત્મક સહયોગ આપશે.
કન્યા રાશિ
ઘરની કોઈ સમસ્યાને ઉકેલવા માટે તમારા પ્રયત્નો સફળ રહેશે તેમજ વધારે પડતો સમય ઘર-પરિવારની વ્યવસ્થા અને દેખરેખમા પસાર થશે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટમાં સફળતા મળવાથી ખુશીનો અનુભવ કરશે. આ સમય ખૂબ જ સકારાત્મકતાથી પસાર કરવાનો છે. આ સમયે બિનજરૂરી વાતોમાં ન ગૂંચવાઈને રચનાત્મક કામમાં ધ્યાન આપવું. તેનાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. બીજાને બાબતમાં દખલગીરી ન કરવી. વ્યવસાયમાં તમારા ભાગીદાર અને સહયોગીની સલાહ પર ધ્યાન આપવું જરૂરી છે, તેનાથી વ્યવસ્થા ઉચિત બની રહેશે. સંપર્ક સૂત્રના માધ્યમથી યોગ્ય ઓર્ડર મળી શકે છે. કોઈપણ ડીલ ફાઇનલ કરવાના પ્રયત્નો સફળ રહેશે. પતિ-પત્નીએ સામંજસ્ય વચ્ચે અભિમાનની સ્થિતિ ન આવવા દેવી. તમારૂ પ્રેમ જીવન ખુશહાલ બની રહેશે અને તેનાથી તમને માનસિક શાંતિ મળશે.
તુલા રાશિ
વધારે પડતો સમય વ્યક્તિગત કામ તથા પરિવારના કામ પૂરા કરવામાં પસાર થશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલા વાદવિવાદ પ્રયત્નોથી દૂર થશે. થોડો સમય તમારા રસવાળા કામમાં પસાર કરવો તેનાથી તમને શાંતિ મળશે. સમયમાં આવેલા બદલાવને લીધે તમારી દિનચર્યામાં સુધારો લાવવો જરૂરી છે. કોઈ નજીકના સંબંધી તમારા બનતા કામમાં અડચણો ઊભી કરી શકે છે. બાળકો સાથે થોડો સમય પસાર કરવાથી તેનો આત્મ વિશ્વાસ વધશે. મીડિયા અને ઓનલાઈન સાથે જોડાયેલ કામ વિષે વધારેમા વધારે જાણકારી મેળવવાના પ્રયત્નો કરવા. આ સમયે રિટેલ અને દૈનિક આવક પર વધારે ધ્યાન આપવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ જરૂરિયાત મુજબ કામ પૂરા થતા જશે. દાંપત્યજીવનમાં ગેરસમજને સ્થાન ન આપવું. સામંજસ્ય બનાવી રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે.
વૃશ્ચિક રાશિ
પરિવારની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખવા સંબંધી લેવામાં આવેલા મહત્વના નિર્ણય સફળ રહેશે. પરંતુ ધ્યાન રાખવું કે ક્યારેક-ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. લોકો સાથે મેલ-મિલાપ અને વાર્તાલાપ કરતા સમયે ધ્યાન રાખવું કે તમારી કોઈ ગુપ્ત વાત બહાર ન આવી જાય. માર્કેટિંગ સાથે જોડાયેલા કામ પર વધારે ધ્યાન આપવું. આ સમયે લોકો સાથે સંબંધિત કામમાં સકારાત્મક પરિણામ મળશે. ઓફીસના કોઈ કામમાં કોઈ સહયોગીને લીધે મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ સમય રહેતા સમસ્યાઓ ઉકેલાઈ જશે. વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારના લોકોનો સહયોગ તમને સકારાત્મક બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક તણાવ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે એકબીજાનું સન્માન કરવું.
ધન રાશિ
કોઈપણ નિર્ણય પ્રેક્ટીકલ રીતે લેવો, તેનાથી તમે બધા મુશ્કેલ મુકામને મહેનત દ્વારા મેળવવામાં સક્ષમ રહેશો. બાળકો સાથે બેસીને તેની સમસ્યાઓનું સમાધાન કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેને ખુશી મળશે. જૂની નકારાત્મક વાતો બહાર આવવાથી વર્તમાન અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. એટલા માટે સુજબુજથી કામ લેવું અને પોઝિટિવ ગતિવિધિ ઓમા વ્યસ્તતા રાખવી. ઓનલાઇન શોપિંગ કરતા સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયમાં મહેનત અને પરિશ્રમની સ્થિતિ બની રહેશે. પરંતુ તમે તમારી હિંમત અને સાહસ દ્વારા તમારા મનોબળને નબળું નહીં પડવા દો. પારિવારિક વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલીને લીધે અનુકૂળતા બની રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. વડીલોના આશીર્વાદ દ્વારા પરિવાર વ્યવસ્થા સારી બનશે.
મકર રાશિ
કેટલાક નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલા વાદવિવાદ કોઈ મધ્યસ્થીની મદદથી ઉકેલાઈ જશે. ઘરની જરુરિયાતો સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરી શકો છો. વાતચીત કરતા સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો નહીતર સંબંધો ખરાબ થઈ શકે છે. સકારાત્મક બની રહેવા માટે થોડો સમય મહત્વની ગતિવિધિઓમા પસાર કરવો ઉચિત રહેશે. પોતાની કારકિર્દીને લઈને તણાવમાં ન આવવું. વ્યવસાયમાં ગતિવિધિઓ સામાન્ય રહેશે. નાની મોટી ભૂલ સામે આવશે પરંતુ તેમાંથી શીખીને તમારી કાર્યપ્રણાલી સારી બનાવી રાખવી. શેર, વીમા, કમિશન વગેરે જેવા કામમાં સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોક જોક રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે અને પ્રેમ સંબંધો ગાઢ બનશે.
કુંભ રાશિ
ઘણા સમય પછી મિત્રો સાથે મુલાકાત થવાથી ખુશી અને આનંદનો અનુભવ કરશો. તમારા ભાવી લક્ષ્યો પ્રત્યે સુનિયોજીત રીતે કામ કરવામાં ખૂબ જ સફળતા મળશે. ધ્યાન રાખો કે તમારા કોઈ નજીકના સંબંધી તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. એટલા માટે દરેક ક્રિયા કલાપો ઉપર નજર રાખવી. પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલી બાબતોમાં વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયક રહી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારની અડચણોનો સામનો કરવો પડશે. હિંમત બનાવી રાખવી. જરૂરિયાત મુજબ આવકના સાધનો બની રહેશે પરંતુ વધારે ફાયદાની આશા ન રાખવી. પારિવારિક વાતાવરણ મધુર અને સૌહાર્દપૂર્ણ બની રહેશે. પ્રેમી-પ્રેમિકા વચ્ચે કોઈ ગેરસમજણને લીધે તકરાર થઇ શકે છે.
મીન રાશિ
પાછલા કેટલાક સમયથી તમે જે લક્ષ્ય માટે યોજનાઓ બનાવી તેને મેળવવા માટે ઉત્તમ સમય છે. મનમાં સંતોષ અને શાંતિ બની રહેશે. ધાર્મિક ગતિવિધિઓમા સારો સમય પસાર થશે. ક્યારેક ક્યારેક વધારે પ્રેક્ટિકલ અને આત્મકેન્દ્રી બની રહેવું તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. એટલા માટે સૌમ્ય અને સહજ વ્યવહાર રાખવો. આર્થિક મુંઝવણો આવશે પરંતુ કોઈની મદદથી સમસ્યાનો ઉકેલ પણ આવી જશે. વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું. કોઈપણ કામમાં પાકા બીલ દ્વારા લેવડદેવડ કરવી જરૂરી છે. પાર્ટનરશીપ સાથે જોડાયેલા લાભદાયક પરિસ્થિતિ બની રહેશે. ઓફિસમાં કોઈ કર્મચારીને લીધે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પ્રેમસંબંધોમા પરિવારની સ્વીકૃતિ લેવા માટે સમય અનુકૂળ છે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે.
શાસ્ત્રી નીમેશભાઇ જોશી
મોબાઇલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩