November 6, 2026
રમતગમત

IPL 2023 પહેલા દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો કેપ્ટન, આ ખેલાડીએ લીધી રિષભ પંતની જગ્યા

IPL 2023ની શરૂઆત થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ લીગની શરૂઆત પહેલા સૌથી મોટો સવાલ એ હતો કે રિષભ પંતની ગેરહાજરીમાં કયો ખેલાડી દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ પંત પહેલેથી જ IPL 2023માંથી બહાર છે. પરંતુ હવે દિલ્હીને તેમનો નવો કેપ્ટન મળ્યો છે.

આ ખેલાડી બનશે દિલ્હીનો નવો કેપ્ટન

રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની કમાન ડેવિડ વોર્નર પાસે જશે. એક રિપોર્ટ અનુસાર ડેવિડ વોર્નરને દિલ્હીનો નવો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે. ડેવિડ વોર્નરમાં એવા તમામ ગુણો છે જે એક ખેલાડીમાં કેપ્ટન બનવા માટે હોવા જોઈએ. આ ખેલાડી પાસે પહેલેથી જ IPLમાં કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે.

સનરાઇઝર્સે 2016માં ટાઇટલ જીત્યું છે

ડેવિડ વોર્નરે IPLમાં કેપ્ટન તરીકે અસાધારણ પ્રદર્શન કર્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલમાં તેની કેપ્ટનશીપમાં ટાઈટલ જીત્યું હતું. 2018માં બોલ ટેમ્પરિંગની ઘટના બાદ ડેવિડ વોર્નરને પણ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે કેપ્ટન પદેથી હટાવી દીધો હતો. તેને સુકાનીપદેથી હટાવવાની સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલમાં ખરાબ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી ગયા વર્ષે દિલ્હીની ટીમે ફરી એકવાર વોર્નરને પોતાની ટીમમાં સામેલ કર્યો અને આ ખેલાડી હવે સુકાની બનવા માટે તૈયાર છે.

પંત ગયા વર્ષે ઈજાગ્રસ્ત થયો હતો

ભારતીય ટીમનો સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ગયા વર્ષે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ પછી તેની સારવાર મુંબઈ અને દેહરાદૂનમાં કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ક્રેચના સહારે ચાલતા તેની તસવીર સામે આવી હતી. તે ક્રિકેટથી દૂર છે અને ભારતીય ટીમમાં તેની વહેલા પાછા ફરવાની કોઈ શક્યતા નથી.

પંત ગયા વર્ષે ઈજાગ્રસ્ત થયો હતો

ભારતીય ટીમનો સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ગયા વર્ષે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ પછી તેની સારવાર મુંબઈ અને દેહરાદૂનમાં કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ક્રેચના સહારે ચાલતા તેની તસવીર સામે આવી હતી. તે ક્રિકેટથી દૂર છે અને ભારતીય ટીમમાં તેની વહેલા પાછા ફરવાની કોઈ શક્યતા નથી.

Related posts

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રોહિત અને કંપની ઇનિંગ્સ અને ૬૪ થી જીતી

Ahmedabad Samay

India Vs Australia 3rd Test: ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડ ગ્રીનની વાપસી

Ahmedabad Samay

આજે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

Ahmedabad Samay

‘કેન્યા સામે હારી જાઓ, પાકિસ્તાન સામે નહીં’; એશિયા કપ પહેલા અનિલ કુંબલેનું ચોંકાવનારું નિવેદન

Ahmedabad Samay

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સામેના ટેસ્ટ મેચોની ટુર્નામેન્ટ જાહેર.

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો