September 27, 2026
Other

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટે સગાઈ કરી લીધી છે. ત્રણ બહેનોના લગ્ન કરાવીને રાજ બારોટે પિતાધર્મ નિભાવ્‍યો હતો. ત્‍યારે હવે રાજલ બારોટે પણ સગાઈ કરી લીધી છે. રાજલ બારોટની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્‍યા છે.

કોણ છે રાજલ બારોટ : ગુજરાતનો આ પ્રખ્‍યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્‍નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્‍યો છે.

પરિવારમાં દીકરો ન હોવાથી મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલ બારોટે જ કન્‍યાદાન કર્યુ હતું. તે સમયે પણ રાજલ બારોટના પ્રયાસની લોકોએ પ્રશંસા કરી હતી. ત્‍યારે હવે રાજલ બારોટે એકસાથે પોતાની બંને નાની બહેનોને પરણાવી હતી. ગાંધીનગરના એક ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં અનેક દિગ્‍ગજ કલાકારો હાજર રહ્યા હતા. જીગ્નેશ કવિરાજ તેમજ માયાભાઈ આહિરની હાજરી પણ ખાસ બની હતી.

મણિરાજ બારોટની ચારેય દીકરીઓ વચ્‍ચેનો પ્રેમ અજોડ છે. આ બહેનો રક્ષાબંધનનો પર્વ પણ ખાસ રીતે ઉજવે છે. તેઓ એકબીજાને રાખડી બાંધીને તહેવારને ખાસ બનાવે છે. આમ, પરિવારનો દીકરો બનીને એકબીજાને પડખે ઉભી

Related posts

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

Ahmedabad Samay

ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે અને પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહજી દ્વારા મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો