September 23, 2026
દેશરાજકારણ

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસે એવી રણનીતિ બનાવી છે કે વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ માટે તેઓ આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી સરકારને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે એક સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાર્ટી હેડક્‍વાર્ટરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લી કર્જુન ખડગેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સાંસદે સૂચન કર્યું કે તમામ પાર્ટીના સાંસદોએ સામૂહિક રાજીનામું આપવું જોઈએ. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

એક સાંસદે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપી દેવું જોઈએ. આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની જીત દ્વારા જવાબ આપવો જરૂરી બની ગયો છે. આગળની કાર્યવાહી અંગે વધુ નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. પાર્ટીએ તાજેતરના રાજકીય વિકાસ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ અને સહયોગી પક્ષોની આપાતકાલીન બેઠક બોલાવી હતી.

Related posts

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાયશે,૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા

Ahmedabad Samay

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો