ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બે દિવસ પહેલા નિર્ધારિત કાર્યક્રમ અધૂરો મૂકી રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવને સાથે રાખી નિરીક્ષણ બાદ ફરી ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી રાજકોટ , જામનગર, જૂનાગઢ સહિત ૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ કર્યાં બાદ જવાબદાર અઘિકારીઓ દ્વારા ગૃહમંત્રાલયને રિપોર્ટ સુપરત કરેલ છે.
રાજયભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક સામાન તેમજ ૩ જગ્યાએ માદક પદાર્થો મળ્યા,
રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના જેલ વડા ડો.કે.એલ.સેન.રાવ, લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર તથા ગુપ્તચર વડા અનુપમસિહ ગેહલોત વિગેરેના વડપણ હેઠળ રાજ્ય ભરના ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ, એસ. ઓ.જી સ્ટાફ વિગેરે જોડાયા હતા, બોડી વોર્ન કેમેરા સાથે પણ પોલીસ કાફલો સર્ચમાં સામેલ હતો.