September 26, 2026
ગુજરાત

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

પોરબંદર છાયા વિસ્તારમાં આખલાઓનો આતંક વધ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ અભરાઈ પર ચડાવી દીધી હોય તેમ ઝુંબેશ બંધ કરી છે. આથી પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ ઉઠી છે. રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા સહિત રઝળતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે ચલાવી હતી. આ કામગીરીમાં પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રારંભે જ શુરા જેવો ઘાટ ઘડાયો હતો. શહેર માંથી થોડા થોડા સમયાંતરે ગણ્યા ગાંઠ્યા પશુ પકડ્યા બાદ આ આખલા પકડવાની ઝુંબેશ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને લાંબા સમયના વિરામ બાદ પણ આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

હાલ મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી બેઠા હોય છે જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે અને વાહન સ્લીપ તથા અકસ્માતનો ભય રહે છે તો શહેરની ગલીઓમાં પણ આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. આખલા યુદ્ધે ચડતા નજરે ચડે છે જેથી લોકોને ગલી માંથી પસાર થવામાં પણ ભય રહે છે અને આખલા યુદ્ધને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે તેમજ આખલા યુદ્ધે ચડતા લોકોને ઈજા પહોંચે છે જેથી આ ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Related posts

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય,ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો