September 22, 2026
ગુજરાત

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે આ અંગે વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.

આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. પાલીકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ કર્યા હતા પરંતુ આ પ્રયાસ સફળ રહ્યા ન હતા જેથી પાલિકા તંત્ર દ્વારા સામાન્ય સભામાં નિર્ણય લઈ દુકાનોમાં ભાડા અને ડિપોઝિટ ઘટાડવા તથા ભાડા કરાર વધારવા અંગે સરકારને દરખાસ્ત કરી છે.

પરંતુ હજુસુધી આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. હજુ વધુ સમય પસાર થશે તો આ દુકાનો પડતર બની જશે અને ફરીથી જર્જરિત બની જશે તો સમારકામ માટે ખર્ચ કરવો પડશે જેથી આ દુકાનો પડી પડી બિસ્માર બને તે પહેલા દુકાનોના ભાડા અને ડિપોઝિટ ઘટાડી વધુ કરાર મુદ્દત આપી દુકાનોની હરરાજી કરી આ અંગે નિવેડો લાવવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઈ સવજાણીએ સરકારને રજૂઆત કરી છે.

Related posts

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો