August 9, 2026
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

અધિક નિવાસી નાયબ કલેકટર અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માનનીય મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત કાર્યક્રમ’ની શરૂઆત તા.૨૪ એપ્રિલના રોજ કરવામાં આવેલ. જેને ૨૦(વીસ) વર્ષ પૂર્ણ થતા હોઈ આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

 સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેવો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી તબક્કાવાર અમદાવાદ જિલ્લામાં પણ નીચે મુજબ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
 નાગરિકો માટે લોકાભિમુખ વહીવટની તાલીમ તલાટી-સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોને બાયસેગ સેટકોમ મારફતે આપવામાં આવશે. તા.૧૭ એપ્રિલ સુધીમાં ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા કેમ્પનું આયોજન
 તા.૧૭થી તા.૧૮ એપ્રિલ નાગરિકોને લોકાભિમુખ વહીવટ માટે નવા નિમણૂક પામેલ મામલતદારઓને તાલીમ આપવામાં આવશે.
         તા.૧૯થી ૨૦ એપ્રિલ નાગરિકોના લોકાભિમુખ વહીવટ માટે નવા નિમણૂક પામેલ તાલુકા વિકાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે.
તા.૨૪થી ૨૬ એપ્રિલ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, જેમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધ્યક્ષતા કરશે. તમામ તાલુકામાં વર્ગ-૧ના અધિકારી ઉપસ્થિત રહી રાજય સરકારની યોજનાકીય માહિતી આપતી સાહિત્ય પુસ્તિકાનું વિતરણ કરાવશે.
         તા.૨૭ એપ્રિલ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા સ્વાગતમાં લેવાયેલ પ્રશ્નોની સમીક્ષા કરી તાલુકા કક્ષાએથી હલ ન થયેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
         અમદાવાદ જિલ્લાના તમામ નાગરિકોને જેમના પ્રશ્નોનો હલ ન થયેલ હોઈ તેઓ તેમના પ્રશ્ન મુજબ ગ્રામ્ય સ્વાગત કક્ષાએ, તાલુકા સ્વાગત કક્ષાએ તથા જિલ્લા સ્વાગત કક્ષાએ પોતાની ફરિયાદ સમય-મર્યાદામાં રજૂ કરી શકશે. જેથી તેમના પ્રશ્નો/ફરિયાદોનો યોગ્ય કાર્યમાં સમાવેશ કરી આખરી નિકાલ કરવામાં આવશે, જેથી નાગરિકોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે

Ahmedabad Samay

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

એક ટિપ્પણી મૂકો