August 6, 2026
ગુજરાત

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દૈનિક ધોરણે સતત વધી રહ્યો છે. દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે બપોરના સમયે મોટા ભાગે જાહેર રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપમાન 42 ડિગ્રીની નજીક પહોંચ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં સવારથી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે બપોરના સમયે તો આકાશમાંથી જાણે અગન જ્વાળા વરસતી હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 42.7 ડિગ્રી નજીક નોંધાયો છે. જ્યારે પ્રમુખ 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હોવાની માહિતી મળી છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે.

ફીવર, ડાયેરિયા, એબ્ડોમીનલ પેઇનના કેસમાં વધારો

અહેવાલ અનુસાર, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને નોંધાયું હતું અને સિઝનમાં પ્રથમવાર તાપમાન 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થતા 26 ડિગ્રીએ પહોંચ્યું હતું. વધતી ગરમીને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઇ રહી છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં ફીવર, ડાયેરિયા, એબ્ડોમીનલ પેઇન સહિત ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે પણ લોકોને વધતી ગરમી વચ્ચે સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા સલાહ આપી છે.

Related posts

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો