November 6, 2026
અપરાધ

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

ચાંદખેડા ગામના વાડા તળાવ વિસ્તારમાં જુગારીઓને સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યા છે. આ સાથે જ 2.41 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી જુગારીઓ સામે કરવામાં આવી છે.  આ દરોડા દરમિયાન સેલ દ્વારા 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા એક પછી એક કાર્યવાહી દારુ, જુગાર મામલે આજના દિવસમાં અમદાવાદમાં કરવામાં આવી રહી છે. કૃષ્ણનગર વિસ્તારમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારધામ પણ ઝડપી પાડ્યું છે. 37,000 રોકડા, 259 સિક્કા, 9 મોબાઇલ, પાંચ વાહનો સહીત રુપિયા 2.41 લાખની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.

ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય  ચાર કે જેઓ ફરાર થતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

બાતમી મળતા તેના આધારે રેડ કરવામાં આવી  હતી. અગાઉ પણ સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી છે ત્યારે ચાંદખેડા વિસ્તારમાં આ પ્રકારે જુગારધામ ચાલતું હતું પરંતુ સ્થાનિક પોલીસ ફરીથી ઉંઘતી ઝડપાઈ છે.  સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ કાર્યવાહી આગામી સમયમાં પણ કાર્યરત રહેશે.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો