અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત
ચાંદખેડા ગામના વાડા તળાવ વિસ્તારમાં જુગારીઓને સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યા છે. આ સાથે જ 2.41 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી જુગારીઓ સામે કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન સેલ દ્વારા 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા એક પછી એક કાર્યવાહી દારુ, જુગાર મામલે આજના દિવસમાં અમદાવાદમાં કરવામાં આવી રહી છે. કૃષ્ણનગર વિસ્તારમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારધામ પણ ઝડપી પાડ્યું છે. 37,000 રોકડા, 259 સિક્કા, 9 મોબાઇલ, પાંચ વાહનો સહીત રુપિયા 2.41 લાખની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.
ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય ચાર કે જેઓ ફરાર થતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
બાતમી મળતા તેના આધારે રેડ કરવામાં આવી હતી. અગાઉ પણ સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી છે ત્યારે ચાંદખેડા વિસ્તારમાં આ પ્રકારે જુગારધામ ચાલતું હતું પરંતુ સ્થાનિક પોલીસ ફરીથી ઉંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ કાર્યવાહી આગામી સમયમાં પણ કાર્યરત રહેશે.