December 14, 2024
અપરાધ

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

વડોદરાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો એક બંધ મકાનના તાળા તોડી રૂ. 4.40 લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ધોળા દિવસે ચોરીનો બનાવ થતા ગામજનોમાં ડરનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પરિવાર સાથે રહેતા નિરાલીબેન પટેલ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારીને ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશી સામાન વેર વિખેર કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ 4.40 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. નિરાલીબેને જ્યારે પરત આવીને જોયું તો તાળું તૂટેલું મળ્યું હતું અને ધોળા દિવસે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ચોરોને પકડવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ

આ મામલે નિરાલીબેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી રહી છે. ધોળા દિવસે મકાનમાં ચોરી થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. ગામજનોમાં પણ તસ્કરોનો ડર સતાવી રહ્યો છે. પોલીસ દ્વારા જલદી ચોરોને પકડવામાં આવે તેની ગામજનો માગ કરી રહ્યા છે.

Related posts

અમદાવાદ – રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરુ

Ahmedabad Samay

અમદાવાદ: બગોદરાની હોટેલમાં રોકાયેલા મુંબઈના પરિવારના 4 મોબાઇલ, રોકડ મળી રૂ.37,500ની મતા ચોરાઈ

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

સુરત: રૂ. 63 હજાર પગાર ધરાવતો IT વિભાગનો સ્ટેનોગ્રાફર રૂ.2500ની લાંચ લેતા ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

એક ટિપ્પણી મૂકો