August 8, 2026
ગુજરાત

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

પોલખોલ યુટ્યુબ ચેનલના નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તોડબાજ પત્રકાર આશિષ કણજારીયા વિરુદ્ધ વધુ ફરીયાદ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી ખંડણી માગી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે કરી અને શાળાઓમાંથી પૈસા પડાવ્યાના મામલે આશિષની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ પોલીસ રિમાન્ડ પર છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસ આ મામસે વધુ તપાસ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આશિષે સ્કૂલોના સંચાલકો પાસેથી ધમકી આપીને રુપિયા પડાવ્યા છે. આરોપી આરટીઆઈ કરીને સ્કૂલોના સંચાલકોને વોટ્સએપ કોલ કરી દબાવીને ધમકી આપતો હતો. ત્યારે અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30થી જેટલી સ્કૂલો સામે આરટીઆઈ કરીને વિગતો મેળવી હતી.

Related posts

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો