September 21, 2026
ગુજરાત

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

તાજેતરમાં ગુજરાતસ્તરની એક મુખ્ય હોદ્દેદારોની બેઠક જામનગર માં હિન્દુ સેના ગુજરાતના મુખ્ય કાર્યાલય પર મળી હતી. જેમાં શિક્ષણ વિભાગને લઈ અનેક ચર્ચા વિચારણા સાથે નિર્ણયો લેવાયા. આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી તેમ જ ગુજરાતની તમામ સ્કૂલોમાં ધર્મ આધારિત અનેક પ્રશ્નો પર સવાલો ઉઠ્યા છે જેમાં સચોટ જવાબ અને નિરાકરણ લાવવા પ્રયત્ન હિન્દુ સેના કરશે.

આ બેઠકમાં ગુજરાતની અનેક શાળાઓમાં પ્રાર્થનામાં હનુમાન ચાલીસા તેમજ ધર્મનું જ્ઞાન ફ્રી સમયમાં આપવું તથા શિક્ષકોમાં એક તરફી નિર્ણયોના થતા પ્રશ્નો તેમજ હિજાબ પહેરી શિક્ષણ આપવું, અનેક જાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ રાખતા શિક્ષકો સામે પગલાં લેવા તેમજ બાળકોને ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તેવા પ્રયત્ન કરવા માટે ગુજરાત બિંદુ સેના ઉપાધ્યક્ષ વિનય શર્મા તેમજ અન્ય જવાબદારો સાથે ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ સાથે વિચાર વિમર્શ કરી ચોક્કસ દિશામાં નિર્ણયો લેવાયા હતા.

ગુજરાતની તમામ શાળાઓમાં હિન્દુ સેના દ્વારા મુલાકાત કરી નાત જાત ભેદભાવ દૂર કરાવી સનાતન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તેવા અથાગ પ્રયત્નો સાથે શિક્ષણ વિભાગને સાથે રાખી હિન્દુ સેના કાર્ય કરશે. તેમની સાથે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પણ હિન્દુ સેનામાં જોડી ચોક્કસ દિશા તરફ આગળ કાર્ય વધારશે.

Related posts

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો