તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસમાં વલસાડ નજીક આગ લાગી હોવાની ઘટના બની હતી. મળતાં અહેવાલ પ્રમાણે વલસાડ નજીક છીપવાડ ગરનાળા પાસે હમ સફર ટ્રેન નં 22498ના ડબ્બામાં આગ લાગી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી.
વલસાડમાં એક મોટી ઘટના થઈ હતી. છીપવાડમાં તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે દોડતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ થોડી જ વારમાં આખી બોગીમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં સફર કરી રહેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ટ્રેન તિરુચિરાપલ્લીથી શ્રી ગંગાનગર જઈ રહી હતી.
ઘટનાની માહિતી મળતાં જ ફાયરની ચાર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દોઢ કલાકની ભારે જાહેમદ બાદ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને લીધે કોઈ જાનહાનિના અહેવાલ નથી. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરો ભયભીત થઈ ગયા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગી હોવાની જાણકારી આપી હતી. આગની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડની ટીમોએ ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.