September 21, 2026
ગુજરાત

રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે વરસાદી માહોલ સાંજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ચોક્કસથી ગરમીથી રાહત આજે મળી છે પરંતુ બાગાયતી સહીતના પાકોને ભારે નુકસાન પણ તેના કારણે થયું છે.

આણંદ, ભરુચ, રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ગઈકાલે અમદાવાદ, દેવગઢબારીયામાં પણ વરસાદ પડ્યો હતો. તેમાં પણ દેવગઢ બારીયામાં છાપરા ઉડી ગયા હતા. ભારે પવન સાથેચ વરસાદ પડ્યો હતો. લક્ષ્મીપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા એક યુવક પણ દબાયો હતો.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા ભિલોડા, મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભિલોડા વિસ્તારમાં રસ્તા પર લગાવેલી હોર્ડિંગ્સ પણ ધરાસાઈ થયા હતા. રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી ફરી એકવારે આજે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ પંથકમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા  વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો