રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે વરસાદી માહોલ સાંજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ચોક્કસથી ગરમીથી રાહત આજે મળી છે પરંતુ બાગાયતી સહીતના પાકોને ભારે નુકસાન પણ તેના કારણે થયું છે.
આણંદ, ભરુચ, રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ગઈકાલે અમદાવાદ, દેવગઢબારીયામાં પણ વરસાદ પડ્યો હતો. તેમાં પણ દેવગઢ બારીયામાં છાપરા ઉડી ગયા હતા. ભારે પવન સાથેચ વરસાદ પડ્યો હતો. લક્ષ્મીપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા એક યુવક પણ દબાયો હતો.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા ભિલોડા, મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભિલોડા વિસ્તારમાં રસ્તા પર લગાવેલી હોર્ડિંગ્સ પણ ધરાસાઈ થયા હતા. રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી ફરી એકવારે આજે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ પંથકમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.