August 9, 2026
ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

બ્રિજ બનાવનાર અને કેસના 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

બ્રિજમાં ક્ષતીઓ જણાતા ગાબડાઓ પડી જવા તેમજ બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, હલકી ગુણવત્તાના મટીરીયલના  ઉપયોગના કારણે થોડા જ સમયમાં બ્રિજ બંધ કરવો પડ્યો છે. કરોડોના ખર્ચ બાદ આ સ્થિતિ નિર્માણ થતા ભ્રષ્ટાચારના આરોપો છે. આ સાથે ફરીયાદ કરવામાં આવતા તાજેતરમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા.

અગાઉ પણ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મામલે અરજી કરાઈ હતી પરંતુ કેસની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. આરોપીઓના જામીન ફગાવીને આરોપીઓને જેસી એટલે કે, જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાના કારણે અમદાવાદનો આ બ્રિજ અત્યારે નકામો બન્યો છે. ત્યારે આ વિવાદીત બ્રિજ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના વિવાદના કારણે એજન્સીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

Related posts

નમો આર્મી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને મિથાલિન બ્લુ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરાયું 

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો