November 17, 2025
ગુજરાત

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો.

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022 થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

Related posts

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો