વિરપ્પન ગેંગ સાથે સંપર્ક ધરાવતા અને પ્રાણીઓના ચામડાની તસ્કરીના આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાણીઓના ચામડા અને હાથી દાંતના કેસના મામલે આરોપી પ્રકાશ કાકલિયા સામેલ હોવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
પ્રાણીઓના ચર્મ તેમજ અન્ય અંગોની તસ્કરી મામલે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કેટલીક ગેંગ સક્રીય થઈને આ પ્રકારે તસ્કરી કરી રહી છે. ત્યારે જંગલ વિસ્તારના રાજ્યો દ્વારા વધુ એલર્ટ રહીને આ મામલે કાર્યવાહી કરી સકંજો આરોપીઓ પર કસવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે તમિલનાડુંની ફોરેસ્ટ વિભાગની ટીમ અમદાવાદમાં આવી હતી.
અગાઉ તેમને તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કેટલાક આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી ત્યારે પ્રાણીઓના ચામડાની તસ્કરીના કેસમાં આરોપીઓને શોધી રહ્યા છે. જેમાં તેમના અંદાજ મુજબ તમિલનાડુંમાં પકડાયેલા આરોપીઓનો અમદાવાદના આ આરોપી સાથે સબંધ હોવાનું પણ અનુમાન છે.
ત્યારે તેના આધારે આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. તે એજન્ટ તરીકે કામ કરતો હોવાની પણ આશંકા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની બાદ તમિલનાડુંમાં આ અંગે જાણ કરી છે. જેથી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.