September 29, 2026
રાજકારણ

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય વાવાઝોડું છે ત્યારે એ પહેલા જ 1,100 પરીવારોને નીચાણવાળા વિસ્તારમાંથી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. 138 સગર્ભા બહેનોનું લિસ્ટ તૈયાર કરીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

દેવભૂમી દ્વારકામાં ગઈકાલથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી ગયા છે. તમામ પ્રકારની તૈયારીઓ વાવાઝોડાના ખતરા સામે થઈ શકે તે હેતુથી તેમને તંત્રને કેટલાક જરુરી સૂચનો આપ્યા છે. આ સાથે દ્વારકા કાંઠાના નીચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા છે.
 
હર્ષ સંઘવીએ કહી આ વાત 
હાલ જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેને લઈને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  મોડી રાત્રે ગૃહ મંત્રી દ્વારકા પહોંચ્યા હતા અને તેમને કમાન્ડ સંભાળી છે. આ દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દરિયાકિનારેથી જીરોથી 5 કિમી સુધીના 38 ગામડાઓ તેમજ 5 કિમીથી 10 કિમી સુધીના 44 ગામડાઓ, જ્યાં જિલ્લામાં ક્યાંકને ક્યાંક સાવધાની રાખવા જેવા ગામડાઓ છે. જ્યાં નિચાણવાળા વિસ્તારમાંથી 4,100 પરીવારમાંથી 1100 પરીવારનું સ્થળાંતરણ કરી લેવામાં આવ્યું છે.

138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા 
સૌ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. સાંજે 7 વાગ્યા સુધી બધા જ ફિલ્ડમાં હતા એ પહેલા કામગિરી કોને શું કરવી તે નક્કી કરી લેવામાં આવી છે. આફતમાં અનેક એવા પ્રશ્નો હોય છે જેના પર ધ્યાન આપવું પડે છે. સગર્ભા બહેનોની યાદી તૈયાર કરીને તમામ બહેનોને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લઈ જઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એ સહીતનું તમામ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. 138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે.

ઝડપથી પવન ફૂંકાવાનો હોય ત્યારે ઈલેક્ટ્રિકના થાંભલાઓ, ઝાડ પડી શકે છે. કામ કરવા માટેની ટીમ, તેમજ કયા રુટ પર કોણ અધિકારી હાજર રહેશે તે પણ તૈયારી કરાઈ છે. સામાન્ય નાગરિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરે અને ન વાત કરી શકે તે માટે દુવિધામાં રહેતી હોય છે. જેથી ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સુધી તમામ જાણકારી પહોંચે તેની વ્યવસ્થા કરાઈ છે. દ્વારકાના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે કામગિરી થશે.

16 તારીખ સુધી દ્વારકામાં પ્રવાસ કરવાનું ટાળજો – ગૃહ મંત્રી 
ફિલ્ડમાં રહીને કામગિરી કરીશું. વીડિયોના માધ્યમથી ચર્ચા કરીશું.  ફિલ્ડ પર સેવામાં સામાજિક સંસ્થા કે, ભાજપની ટીમ વગેરેને સાથે રાખીને કામગિરી કરી તકલીફો સામે કામગિરી કરીશું. સસ્તા અનાજની દુકાનો પર લોકોને તકલીફ ના પડે તે માટે પોલીસને કેટલીક સૂચનાઓ આપી છે. નાગરીકોના સહયોગની જરુર તમામ વ્યવસ્થામાં છે. 16 તારીખ સુધી દ્વારકા ખાતે પ્રવાસ કરવાનું ટાળજો. શિવરાજપુર બ્રિજ બંધ છે. વહીવહટી તંત્ર દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે તેનું પાલન ચોક્કસથી લોકો કરે તેવી મારી વિનંતી છે.

Related posts

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

Ahmedabad Samay

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

રામલીલા મેદાનથી બોલ્યા કેજરીવાલ – પહેલીવાર આવા વડાપ્રધાન આવ્યા છે જે સુપ્રીમ કોર્ટને નથી માનતા

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો